'હેલો સર, તે (ભારતીય) અહીં આવ્યા હતા, આપણા પાંચ ફૌજી માર્યા ગયા છે'
'હેલો સર, તે (ભારતીય) અહીં આવ્યા હતા, આપણા પાંચ ફૌજી માર્યા ગયા છે'
ભારતીય ફોજના સર્જિકલ સ્ટ્રાઇકલ ઓપરેશનને લઇને પાકિસ્તાનના જુઠ્ઠાણાનો દાવો ફરી એકવાર ખુલ્લો પડ્યો છે. પાકિસ્તાનના જ એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પોલ ખોલી છે. પાકિસ્તાન અધિકૃત કાશઅમીર (પીઓકે)માં મીરપુર વિસ્તારમાં એસપી ઇન્ટેલીજન્સ ગુલામ અકબરે આ વાત જણાવી છે.
ભારતીય ફોજના સર્જિકલ સ્ટ્રાઇકલ ઓપરેશનને લઇને પાકિસ્તાનના જુઠ્ઠાણાનો દાવો ફરી એકવાર ખુલ્લો પડ્યો છે. પાકિસ્તાનના જ એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પોલ ખોલી છે. પાકિસ્તાન અધિકૃત કાશઅમીર (પીઓકે)માં મીરપુર વિસ્તારમાં એસપી ઇન્ટેલીજન્સ ગુલામ અકબરે આ વાત જણાવી છે.
નવી દિલ્હી #ભારતીય ફોજના સર્જિકલ સ્ટ્રાઇકલ ઓપરેશનને લઇને પાકિસ્તાનના જુઠ્ઠાણાનો દાવો ફરી એકવાર ખુલ્લો પડ્યો છે. પાકિસ્તાનના જ એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પોલ ખોલી છે. પાકિસ્તાન અધિકૃત કાશઅમીર (પીઓકે)માં મીરપુર વિસ્તારમાં એસપી ઇન્ટેલીજન્સ ગુલામ અકબરે આ વાત જણાવી છે.
આઇબીએન 7ના રિપોર્ટર મનોજ ગુપ્તાએ ગુલામ અકબર સાથે આઇજી મુશ્તાક શકીરા બનીને વાત કરી તો અકબરે ખુલાસો કર્યો છે કે કેવી રીતે 29 સપ્ટેમ્બરે ભારતે સર્જિકલ સ્ટ્રાઇલ ઓપરેશનને સફળાતપૂર્વક અંજામ આપ્યો હતો અને કેટલા આતંકી માર્યા ગયા છે.
સવાલ : અહીં શું ચાલી રહ્યું છે? આજકાલ તો તમારા વિસ્તારમાં ઘણી ગરમી છે
જવાબ : હા, સર બોર્ડર પર છું, પરંતુ આજે સવારથી હવે એવું કંઇ નથી થઇ રહ્યું.
સવાલ : તે લોકો સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી રહ્યા છે?
જવાબ : આપ જેની વાત કરી રહ્યા છો એ 29 તારીખની વાત છે. તમે સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી રહ્યા છો એમાં માત્ર ત્રણ જ માર્યા ગયા છે. અત્યાર સુધી સ્થાનિક અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે.
સવાલ : પરંતુ તેઓ તો કહી રહ્યા છે કે એમાં 30-40 માર્યા ગયા છે?
જવાબ : તે તો વધારે દાવો કરી રહ્યા છે. તેઓ તો કહે છે કે આઠ સ્થળોએ હુમલો કરાયો હતો. પરંતુ એમાં આપણું વધુ નુકશાન થયું નથી. 29 તારીખની રાતે ભારતીય ફોજ સીમા ક્રોસ કરી આવી હતી.
સવાલ : શું કોઇ મોટું નુકશાન થયું છે?
જવાબ :ના સર, કોઇ વધુ મોટું નુકશાન નથી. પરંતુ લીપામાં બે માર્યા ગયા અને અંધીરામાં પણ બેના મોત થયા છે.
સવાલ : તમને શું લાગે છે કે કેટલા માર્યા ગયા હશે?
જવાબ : તે ભલે ગમે તે દાવો કરતા હોય પરંતુ વધુમાં વધુ 12 પાકિસ્તાનીની જાનહાની થઇ હશે.
સવાલ : શું એક કેમ્પમાં આ બધા મર્યા?
જવાબ : ના સર, હું એક કેમ્પની નહીં પરંતુ બધા કેમ્પની વાત કરુ છું.
સવાલ : આ જે સર્જિકલ સ્ટ્રાઇક થઇ એ કયા કેમ્પમાં થઇ?
જવાબ : બિ્મબરના લીપા અને અશ્મીનીમાં આ સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી. આ તમામ આર્મી પોસ્ટ છે.
સવાલ : આનો અર્થ એ થયો તે એમણે આર્મી પોસ્ટને નિશાન બનાવી અને 12 માર્યા ગયા?
જવાબ : હા સર, કુલ 12 માર્યા ગયા
સવાલ : આ લોકોને ક્યાં દફનાવાયા?
જવાબ : આ 12 લાશોને કાશ્મીરમાં તાબૂત કરાયા છે. આ લાશોને અલગ અલગ વિસ્તારમાં દફનાવાયા છે.
સવાલ : આ લોકો કોણ છે જે માર્યા ગયા? મને એમની લીસ્ટ જોઇએ?
જવાબ : ઓકે સર, હું આપને એ લીસ્ટ મોકલી આપું છું.
સવાલ : શું આ લીસ્ટમાં તમામ નામ છે?
જવાબ :નહીં સર, બધા નામ તો નથી પરંતુ એમાંના કેટલાક છે.
સવાલ : શું એ એજ છે જે 29મીની સર્જિકલ સ્ટ્રાઇકમાં માર્યા ગયા?
જવાબ: હા સર, આ લીસ્ટમાં 29 સપ્ટેમ્બરની ઘટનાના માર્યા ગયેલા લોકો છે. જે સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી રહ્યા છે.