Home /News /gujarat /નિતિનભાઇથી લઇને કેજરીવાલ સહિત બધાએ કહ્યું, ભારત માતાકી જય

નિતિનભાઇથી લઇને કેજરીવાલ સહિત બધાએ કહ્યું, ભારત માતાકી જય

એલઓસી ઓળંગીને ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશના સમાચાર જાણ્યા કે તરતજ દેશભરમાં જાણે કે વંદે માતરમના નારા ગૂંજી ઉઠ્યા, ટ્વિટર ફેસબુક પર ભારત માતાકી જય પ્રસરી ગયું. આમ આદમીથી લઇને દિગ્ગજ નેતાઓ પણ બોલી ઉઠ્યા હતા ભારત માતાની જય. સત્તા પક્ષના જ નહીં વિરોધ પક્ષ કે હરીફ પક્ષના નેતાઓ પણ સેનાની આ કામગીરીને બિરદારી રહ્યા છે.

એલઓસી ઓળંગીને ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશના સમાચાર જાણ્યા કે તરતજ દેશભરમાં જાણે કે વંદે માતરમના નારા ગૂંજી ઉઠ્યા, ટ્વિટર ફેસબુક પર ભારત માતાકી જય પ્રસરી ગયું. આમ આદમીથી લઇને દિગ્ગજ નેતાઓ પણ બોલી ઉઠ્યા હતા ભારત માતાની જય. સત્તા પક્ષના જ નહીં વિરોધ પક્ષ કે હરીફ પક્ષના નેતાઓ પણ સેનાની આ કામગીરીને બિરદારી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #એલઓસી ઓળંગીને ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશના સમાચાર જાણ્યા કે તરતજ દેશભરમાં જાણે કે વંદે માતરમના નારા ગૂંજી ઉઠ્યા, ટ્વિટર ફેસબુક પર ભારત માતાકી જય પ્રસરી ગયું. આમ આદમીથી લઇને દિગ્ગજ નેતાઓ પણ બોલી ઉઠ્યા હતા ભારત માતાની જય. સત્તા પક્ષના જ નહીં વિરોધ પક્ષ કે હરીફ પક્ષના નેતાઓ પણ સેનાની આ કામગીરીને બિરદારી રહ્યા છે.

    ગુજરાતના ડેપ્યૂટી મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્જિકલ સ્ટ્રાઇક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થી લઇને કોંગ્રેસના સચિન પાયલોટ સહિત સૌ કોઇ ભારત માતાકી જય બોલી રહ્યા છે.




    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, ભારાત માતા કી જય, સમગ્ર દેશ ભારતીય સેનાની સાથે છે.

    કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ ક્રયું અને લખ્યું કે પાકિસ્તાન પોતાની જમીન પર ઉછરી રહેલા આતંકવાદને કહેવા છતાં કંઇ કરતું નથી અને એટલે જ આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે.

    યૂપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે આ મુદ્દે કહ્યું કે, સેના જે પણ કરે છે દેશ એમની સાથે છે. બધી પાર્ટીઓની 4 વાગે બેઠક છે. સેનાના નિર્ણય અંગે કોઇ રાજનીતિ ન કરવી જોઇએ. સેનના નિર્ણય સાથે આખો દેશ છે.




    ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સર્જિકલ સ્ટાઇક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે. શાહે ટ્વિટર પર લખ્યું કે, ભારતીય સેનાએ કોઇ પણ જાતના નુકશાન વગર આતંકીઓને મોટું નુકશાન પહોંચાડ્યું છે. આ રાષ્ટ્ર પ્રતિ એમનું સમર્પણ અને સાહસ બતાવે છે.

    સમાચાર ચેનલો પર ડીજીએમઓ રણજીતસિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ ટ્વિટર પર #modipunishespak હેશટેગ ટોપ ટ્રેન્ડ બન્યો છે.
    First published:

    Tags: આતંકવાદ, ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક