Home /News /gujarat /

એરફોર્સમાંથી મિગ 21 થયું આઉટ, ઉમેરાયું શક્તિશાળી તેજશ, શું છે ખાસિયત? જાણો

એરફોર્સમાંથી મિગ 21 થયું આઉટ, ઉમેરાયું શક્તિશાળી તેજશ, શું છે ખાસિયત? જાણો

ભારતીય વાયુસેનાના શસ્ત્રભાથામાં વધુ એક શક્તિનો ઉમેરો થયો છે. પૂજા વિધિ સાથે શ્રીફળ વધેરી વાયુસેનામાં આજે બે તેજશ વિમાનોને સામેલ કરવામાં આવ્યા છે. વિવિધત પૂજા કરીને આ બે વિમાનોને એરફોર્સમાં આવકાર અપાયો છે. જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ(એચએએલ) દ્વારા બે યુધ્ધ વિમાનો તેજશ આજે ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય વાયુસેનાના શસ્ત્રભાથામાં વધુ એક શક્તિનો ઉમેરો થયો છે. પૂજા વિધિ સાથે શ્રીફળ વધેરી વાયુસેનામાં આજે બે તેજશ વિમાનોને સામેલ કરવામાં આવ્યા છે. વિવિધત પૂજા કરીને આ બે વિમાનોને એરફોર્સમાં આવકાર અપાયો છે. જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ(એચએએલ) દ્વારા બે યુધ્ધ વિમાનો તેજશ આજે ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણી વાયુ કમાનના એર ઓફિસર કમાડિંગ ઇન ચીફ એર માર્શલ જશબીર વાલિયાની ઉપસ્થિતિમાં અહીં એરક્રાફ્ટ સિસ્ટમ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (એએસટીઇ)માં સ્કવાડ્રનને સામેલ કરાયું છે. પ્રથમ બે વર્ષ સ્ક્વાડ્રન બેંગલુરૂમાં રહેશે એ બાદ તે તામિલનાડુના સુલુરમાં જશે.

ગત 17મી મેના રોજ તેજસમાં પોતાની પ્રથમ ઉડાન ભરનાર એર ચીફ માર્શલ અરૂપ રાહાએ વિમાનને સેનામાં જોડાવા અંગે સારૂ ગણાવ્યું હતું. વાયુસેનાએ કહ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં કુલ છ વિમાન અને આગામી નાણાકીય વર્ષમાં અંદાજે આઠ વિમાન સામેલ કરવાની યોજના છે. તેજસ આગામી વર્ષે વાયુસેનામાં સંપૂર્ણ રીતે સામેલ થઇ જશે અને મહત્વના એરફોર્સ બેઝ પર તૈનાત કરી દેવાશે.

જેએફ-17 કરતાં વધુ સક્ષમ
પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્ત રૂપથી તાજેતરમાં વિકસીત કરાયેલા જેએફ-17ની તુલનામાં તેજસ વધુ સક્ષમ છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેજસનું નિર્માણ એવા મિશ્રણમાંથી બનાવાયું છે જે વજનમાં હલકું અને વધુ મજબૂત છે. નિશાન સાધવામાં પણ વધુ સક્ષમ છે. તેજસ મિગ-21ની જગ્યા લેશે અને તે હવાથી હવામાં અને જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે.
First published:

Tags: ભારતીય વાયુસેના

આગામી સમાચાર