Home /News /gujarat /

વાયુસેનાના લાપત્તા AN 32 વિમાનનો હજુ સુધી કોઇ પતો નહી

વાયુસેનાના લાપત્તા AN 32 વિમાનનો હજુ સુધી કોઇ પતો નહી

બંગાળની ખાડી ઉપરથી શુક્રવારે લાપત્તા થયેલ ભારતીય વાયુસેનાના વિમાન એએન32 નો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી.

બંગાળની ખાડી ઉપરથી શુક્રવારે લાપત્તા થયેલ ભારતીય વાયુસેનાના વિમાન એએન32 નો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બંગાળની ખાડી ઉપરથી શુક્રવારે લાપત્તા થયેલ ભારતીય વાયુસેનાના વિમાન એએન32 નો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી.

આ વિમાનમાં ચાલક દળના છ સભ્યો સહિત કુલ 29 લોકો સવાર હતા. જેમાં ભારતીય સેનાના ઓફિસરો હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિમાને ચેન્નાઇના તામ્બ્રમ વાયુસેના એરપોર્ટ પરથી શુક્રવારે સવારે 8-30 કલાકે ઉડાન ભરી હતી અને તે 11-30 કલાકે પોર્ટ બ્લેયર પહોંચવાનું હતું.

રક્ષા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિમાન સાથે છેલ્લો સંપર્ક ઉડાન ભર્યાની 15-20 મિનિટ બાદ થયો હતો. નવ વાગ્યા બાદ રડાર પર વિમાન દેખાતું પણ બંધ થયું હતું. વિમાનની શોધખોળ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. સેનાના શોધ અને બચાવ કામગીરીમાં વિમાન, હેલિકોપ્ટર, સબમરીન સહિતનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

બે એંજિનવાળા આ વિમાનનો ઉપયોગ મુખ્યત્વે માલ પરિવહન, સ્કાઇડ્રાઇવર સહિત યાત્રીઓને લઇ જવા અને યુધ્ધમાં પણ કરવામાં આવે છે. રશિયન બનાવટનું આ એએન 32 ગરમી અને કઠીન સ્થિતિઓમાં પણ બહેતરીન ઉડાન ભરવામાં સક્ષમ છે. આમ છતાં આ વિમાન લાપત્તા કેમ થયું એ સૌ માટે કોયડો બન્યો છે.
First published:

Tags: ઇન્ડિયન એર ફોર્સ ન્યૂઝ, ચેન્નાઇ, પોર્ટ બ્લેયર, ભારતીય વાયુસેના

આગામી સમાચાર