Home /News /gujarat /

હિંડન એરબેઝ પર ભારતીય વાયુસેનાએ બતાવી તાકાત, પીએમએ પણ આપી સલામ

હિંડન એરબેઝ પર ભારતીય વાયુસેનાએ બતાવી તાકાત, પીએમએ પણ આપી સલામ

#એરફોર્સ ડે નિમિત્તે આજે ભારતીય વાયુસેનાએ ઉત્તરપ્રદેશ સ્થિત ગાજિયાબાદના હિંડન એરબેઝ પરથી આસમાનમાં ઉડાન ભરી અને જવાનોના કરતબ જોઇને સૌ કોઇની આંખો સ્થિર થઇ ગઇ હતી.

#એરફોર્સ ડે નિમિત્તે આજે ભારતીય વાયુસેનાએ ઉત્તરપ્રદેશ સ્થિત ગાજિયાબાદના હિંડન એરબેઝ પરથી આસમાનમાં ઉડાન ભરી અને જવાનોના કરતબ જોઇને સૌ કોઇની આંખો સ્થિર થઇ ગઇ હતી.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #એરફોર્સ ડે નિમિત્તે આજે ભારતીય વાયુસેનાએ ઉત્તરપ્રદેશ સ્થિત ગાજિયાબાદના હિંડન એરબેઝ પરથી આસમાનમાં ઉડાન ભરી અને જવાનોના કરતબ જોઇને સૌ કોઇની આંખો સ્થિર થઇ ગઇ હતી.

ઇન્ડિયન એરફોર્સ શનિવારે 84 વર્ષનું થયું છે અને આ અવસરે હિંડન એરબેઝ પર પરેડ સાથે સાથે અદમ્ય તાકાતનું પ્રદર્શન કરાયું છે. આ પરેડમાં યુધ્ધ વિમાન, ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલીકોપ્ટર ફ્લાઇ પાસ્ટમાં ભાગ લઇ રહ્યા છે.




હિંડન એરબેઝ પર વાયુસેના ચીફ અરૂપ રાહાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. એરફોર્સે આ કાર્યક્રમમાં પહેલી વાર ફ્લાઇ પાસ્ટમાં સ્વદેશી યુધ્ધ વિમાન તેજશ પણ જોડાયું.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા શુભેચ્છા આપી હતી.




વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી વાયુસેનાને શુભેચ્છા આપી. એરફોર્સના જવાનો સાથે પોતાનો એક ફોટો ટ્વિટ કરી પીએમએ કહ્યું કે એરફોર્સ ડે પર હું આપણા જવાનો અને એમના પરિવારને સલામ કરૂ છું. આસમાનની સુરક્ષા માટે હું આપને ધન્યવાદ આપું છું. આપની તાકાત ભારતને ગૌરવાંવિત કરાવે છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતીય વાયુસેનાની 84મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એરફોર્સને અભિનંદન આપતાં કહ્યું કે, રાષ્ટ્રને વાયુ સેનાની ક્ષમતા અને દક્ષતા પર ગર્વ છે. આધુનિકકરણના ફળસ્વરૂપે આ ભવિષ્યના પડકારોના ઉકેલ માટે સક્ષમ બળ છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, પ્રણવ મુખર્જી, ભારતીય વાયુસેના, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન

આગામી સમાચાર