Home /News /gujarat /

વેસ્ટઇન્ડિઝની સરજમીન પર કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

વેસ્ટઇન્ડિઝની સરજમીન પર કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 143 રન અને શિખર ધવનના 84 રનની શાનદાર બેટીંગને પગલે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરૂવારે શરૂ થયેલી ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચમાં પ્રથમ દિવસે હલ્લાબોલ કર્યું હતું. પ્રથમ દિવસના અંતે પ્રથમ ઇનિંગમાં ભારતે ચાર વિકેટ 302 રન બનાવ્યા હતા. ટેસ્ટ કેરિયરમાં આ કોહલીની 12મી સદી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી # કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 143 રન અને શિખર ધવનના 84 રનની શાનદાર બેટીંગને પગલે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરૂવારે શરૂ થયેલી ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચમાં પ્રથમ દિવસે હલ્લાબોલ કર્યું હતું. પ્રથમ દિવસના અંતે પ્રથમ ઇનિંગમાં ભારતે ચાર વિકેટ 302 રન બનાવ્યા હતા. ટેસ્ટ કેરિયરમાં આ કોહલીની 12મી સદી છે.

વેસ્ટ ઇન્ડિઝની સરજમીન પર કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં પ્રથમ ઇનિંગમાં સદી બનાવનાર કોહલી ભારતના પ્રથમ અને દુનિયાનો આઠમો ખેલાડી બન્યો છે.

કોહલીએ ભારતની બાજી સંભાળતાં શિખર ધવન સાથે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 105 રન બનાવ્યા હતા.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ભારત માટે નિર્ણય ખોટો સાબિત થતાં દેખાયો અને માત્ર 14 રનના સ્કોર પર શેનોન ગેબ્રિયલે મુરલી વિજયને આઉટ કરી ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો.

ત્યારબાદ શિખર ધવન અને ચેતેશ્વર પુજારાએ સારી શરૂઆત કરી હતી. પરંતુ પુજારા પણ માત્ર 16 રનના સ્કોર પર દેવેન્દ્ર વીશૂના બોલમાં આઉટ થતાં ભારતને બીજો ઝટકો મળ્યો હતો.

પૂજારા આઉટ થયા બાદ કેપ્ટન કોહલી ખુદ મેદાનમાં ઉતર્યો હતો. ધવન અને કોહલીએ સારો તાલમેલ બતાવતાં બાજી સંભાળી હતી. પરંતુ 179 રનના સ્કોર પર ધવન આઉટ થયો હતો. ધવને 147 બોલમાં નવ બાઉન્ડ્રી અને એક સિક્સ લગાવી હતી.
First published:

Tags: ક્રિકેટ ટેસ્ટ મેચ, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन