Home /News /gujarat /

અમદાવાદ: 1500 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ઉમિયાધામનો શિલાન્યાસ, ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

અમદાવાદ: 1500 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ઉમિયાધામનો શિલાન્યાસ, ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે ઉદ્ધાટન

અમદાવાદઃ કડવા પાટીદાર (Kadva Patidar) કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા (Shri Umiya Mataji Sansthan Unjha) દ્વારા અમદાવાદ (Ahmedabad) સોલામાં (Sola) નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં (Maa Umiyadham Campus) શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ (Shri Umiya Mataji Mandir Shilanyas Mahotsav) 11થી 13 ડિસેમ્બરના યોજાવવાનો છે. 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે જેનાં ઉદ્ધાટન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યનાં હસ્તે ઉદઘાટન થયુ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓ ,સંસ્થાના અગ્રણીઓ,મંત્રી બ્રિજેશ મીરજા,જગદીશ પંચાલ,,પ્રદીપ પરમાર,સાંસદ હસમુખ પટેલ અને શારદાબેન પટેલ તેમજ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- CM ભુપેન્દ્ર પટેલે અનુસૂચિત જાતિની મહિલાઓના પગ ધોઇને કર્યું સન્માન

ઉમિયાધામની વિશેષતા
-સોલા ઉમિયધામ કેમ્પસમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે.
-વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે.
-આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે. જેમાં 2000થી વધારે ભાઈ-બહેનો રહી શકશે.-અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
-ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે.
-અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે.
-મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે.
-ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે.
-આ પાર્કિંગમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિગ હશે.
-ઉમિયધામ કેમ્પસમાં અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવા છે.
-સોલા ઉમિયધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત upsc અને gpsc જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે.

આ પણ વાંચો-Crime Alert: સુરતમાં દુષ્કર્મનાં 4 વર્ષ બાદ પણ પીડા નથી દૂર થઇ, 200 ટાકા સાથે જીવે છે દીકરી

મંદિરની વિશેષતા

-પ્રાચીન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરનું નિર્માણ થશે.
-નાગરદી શૈલીમાં મંદિરની આકર્ષક કોતરણીયુક્ત રચના થશે.
-મંદિરની લંબાઈ 255 ફૂટ × 160 ફૂટ પહોળાઇ રહેશે.
-ભૂમિ સ્તરથી મંદિરના શિખર સુધીની ઊંચાઈ 132 ફૂટ થશે..
-ભૂમિ તરફથી જગતી 16 ફૂટ ઊંચી રહેશે. તેની ઉપર 6 ફુટ ઉંચી મહાવીર થશે. -આમ ભૂમિતળ -થી મંદિરનું તળ 22 ફૂટે રહેશે..
-મંદિરમાં સુંદર કોતરણીથી ભરપૂર કુલ 92 સ્તંભ કલાત્મક કૃતિઓથી શોભ છે.
-મંદિરની 6 ફુટ ઉંચી મહાપીઠમાં સમગ્ર મંદિરને ફરતી સુંદર ગરથર,અશ્વથર,ગ્રાસથર બનશે.
-વિશાળ ગર્ભગૃહમાં દિવ્ય સ્વરૂપ માં ઉમિયા માતાજી બિરાજમાન થશે .
-મા ઉમિયાનાં ભવ્ય મંદિરનાં નિર્માણમાં કોઈપણ જગ્યાએ ખીલી જેટલું પણ લોખંડ વાપરવામાં આવશે નહીં. આથી મંદિરનું આયુષ્ય અને અનેક સદીઓ સુધી ચિરંજીવ રહેશે
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Samachar, Gujarat Samachar, Shre Umiya Maa Temple

આગામી સમાચાર