Home /News /gujarat /

અમદાવાદ: 'રાશન કાર્ડ નથી, ખાવા અનાજ નથી, આવક બંધ, હાલત કફોડી થઈ ગઈ છે સાહેબ'

અમદાવાદ: 'રાશન કાર્ડ નથી, ખાવા અનાજ નથી, આવક બંધ, હાલત કફોડી થઈ ગઈ છે સાહેબ'

પ્રતિકાત્મક તસવીર

બહેનોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, અમે સ્થાનિક બંગલાઓમાં ઘરોમાં ઘરનું કામ કરતા હતા પરંતુ, માલિકે કોરોનાથી અમને બંગલામાં આવવાની ના પાડી દીધી. એટલે અમારી આવક બંધ થઈ ગઈ

અમદાવાદના થલતેજ વિસ્તારમાં અનેક પરપ્રાંતિય લોકો રહે છે. યુપી, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડથી આવીને રોજી રોટી કમાતા લોકોની આવક પણ બંધ થઈ ગઈ છે. તો કેટલાયને સરકારી અનાજ પણ મળ્યું નથી. નોકરી પણ બંધ છે. ખાનગી વ્યક્તિઓ સંસ્થાઓ ભોજન ક્યારેક આપી જાય બાકી સરકાર તરફથી એમને કશું મદદ આ લોકડાઉનના સમયમાં ન મળી હોવાથી લોકોની હાલત કફોડી બની હોવાનુ લોકો જણાવી રહ્યા છે.

સ્થાનિક લોકો સાથે ન્યુ 18ની વાતચીત થઈ ત્યારે ત્યાં રહેતા પરપ્રાંતીય લોકોએ જણાવ્યું કે, અમારી પાસે અમારું કોઈ પ્રૂફ નથી, રાશન કાર્ડ નથી પરિણામે અમને સરકારી અનાજ પણ મળતુ નથી. સામેથી સરકાર તરફથી કોઇ રાહત પણ મળી નથી.

સ્થાનીક બહેનોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, અમે સ્થાનિક બંગલાઓમાં ઘરોમાં ઘરનું કામ કરતા હતા પરંતુ, માલિકે કોરોનાથી અમને બંગલામાં આવવાની ના પાડી દીધી. એટલે અમારી આવક બંધ થઈ ગઈ છે અને ખાવાનું પણ મળતું નથી, સરકાર પણ અમને રાહત આપી નથી.

જેની પાસે રાશન કાર્ડ છે તેવા શિવ બહાદૂર જણાવે છે કે, અમારા ઘરમાં 10 લોકોની ફેમિલી છે અને તેમાં પાંચથી છ કિલો અનાજ મળ્યું છે તે કેટલા દિવસ ચાલશે. તેઓ માળી તરીકેનું કામ કરે છે પરંતુ, હાલમાં તેમને તેમના ctiએ કામ કરવાની ના પાડી દીધી છે, કામે આવવાની પણ મનાઈ ફરમાવી છે. કેટલીક સ્વૈચ્છિક લોકો પોતાની રીતે જમવાનું આપી જાય છે બાકી હજુ સુધી કોઇ મદદ મળી નથી. કોરોનાનો કહેર થલતેજના મલાઈ તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટી વસાહતના લોકો ઉપર પડ્યો હોય તેવું જણાઈ આવે છે, આ દિશામાં પણ આ લોકોની સાથે રહીને લોકો વિશે વિચારવું પણ સ્થાનિક આગેવાનો અધિકારીઓ જરૂરી બન્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Corona in Gujarat, Corona in india, Workers

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन