Home /News /gujarat /

રાજ્યમાં ચાર સ્થળેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો, બુટલેગર જેલભેગા

રાજ્યમાં ચાર સ્થળેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો, બુટલેગર જેલભેગા

બુટલેગરો જાત ભાતનો કિમીયો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે.

બુટલેગરો જાત ભાતનો કિમીયો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે.

    31 ડિસેમ્બરને પગલે રાજ્યભરની પોલીસ એલર્ટ હતી, જેને પગલે ગત વર્ષના છેલ્લા મહિનાના છેલ્લા દિવસોમાં લાખોનો દારૂનો જથ્થો પકડ્યો હતો. રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં, બુટલેગરો જાત ભાતનો કિમીયો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે, પરંતુ કેટલીક વખત પોલીસ બાતમીના આધારે આવા ગેરકાયદે પ્રવૃત્તિના ષડયંત્રનો પર્દાફાશ કરી દેતી હોય છે. આવા જ વધુ ચાર કિસ્સા આજે સામે આવ્યા છે.

    પહેલી ઘટનાની વાત કરીએ તો, બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના ચંડીસર પાસેથી પોલીસે મોટી માત્રામાં દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે ચંડીસર પાસે કારને રોકી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે દારૂ ભરેલી કાર સાથે બે વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કાર અમદાવાદની છે. પોલીસે અમદાવાદના ગાડી ચાલક પ્રકાશ પટેલ અને દુધા ભરવાડની ધરપકડ કરી, કુલ 4.40 લાખનો મુદ્દામાલ કબજે લઈ લીધો છે.

    આ બાજુ સૌરાષ્ટ્રમાં દિવ-ઉના રોડ પર પણ પોલીસને દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. ઉના પોલીસે દિવ ઉના રોડ પર એક વાહન ચાલક પર શંકા જતા તેને ઉભો રાખી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા વાહનમાંથી 30 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહનમાંથી લગભગ 1440 વિદેશી દારૂની બોટલો મળી આવી છે. હાલમાં પોલીસે દારૂના જથ્થા સાથે 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    તો નવસારીમાં પણ અલગ અલગ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પાડવામાં આવી હતી. જેમાં નવસારી, વિજલપોર, જલાલપોર, અને ગણદેવીમાં દારૂની રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં પોલીસે 4 લાખથી વધુનો દારૂનો જત્તો ઝડપ્યો છે. સાથે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. અને 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

    બાજી બાજુ અમરેલીના બાબરાના દરેડ ગામની સીમમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસે લગભગ વિદેશી દારૂની 987 પેટી ઝડપી પાડી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજીત 37 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારી ઝડપાયો છે. પોલીસે વધુમાં કહ્યું કે, દારૂની ડિલેવરી લેવા માટે આવેલા અન્ય 4 વાહનો પણ ઝડપ્યા છે, જોકે, વાહન ચાલકો, બુટલેગર અને વાડી માલિક ભાગી જવામાં સપલ રહ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Foreign liquor, Four, Seized, ગુજરાત, રાજ્ય

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन