લોકડાઉનમાં વડોદરા પોલીસે મૂંગા પશુઓને ઘાસચારા ખવડાવ્યો


Updated: March 25, 2020, 10:36 PM IST
લોકડાઉનમાં વડોદરા પોલીસે મૂંગા પશુઓને ઘાસચારા ખવડાવ્યો
પ્રતિકાત્મક તસવીર

પોલીસ અધિકારીઓ પોતે શ્રમજીવીઓને ભોજન પહોંચાડી, તેમના હાથ ધોવડાવી, થાળી પીરસી સરાહનીય સામાજિક કાર્ય કરી રહ્યા છે

  • Share this:
વડોદરા : હાલ કોરોના વાયરસની ચિંતા વચ્ચે સમગ્ર દેશ લોકડાઉન છે. કોરોના વાયરસ ને માત આપવા સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. પડકારોને મુશ્કેલીઓમાં મૂંગા પશુઓ પણ બાકાત નથી ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં મૂંગા પશુની ચિંતા સાથે ઘાસચારો પશુઓ માટે પહોંચાડી સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

પોલીસે માત્ર પશુઓ નહીં શહેરના એવા સ્થળો જ્યાં પક્ષીઓ એકત્રિત થાય છે ત્યાં પણ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ દાણા નાખી પક્ષીઓનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ અબોલ પશુઓ અને પક્ષીઓ તો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે પરંતુ લોકડાઉનના કારણે સૌથી મુશ્કેલીઓ દૈનિક ધોરણે શ્રમ કરી રોજનું કમાતા શ્રમજીવીઓની છે. રોજીરોટી માટે કામ નથી ત્યારે આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કામ વિના શ્રમજીવીઓ બેકાર બન્યા છે. અબોલ પશુને પક્ષીઓ બાદ વડોદરા પોલીસે શ્રમજીવીઓના ભોજનની પણ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો - ચૈત્રી નવરાત્રીના ઉપવાસ અને કોરોના, ગુજરાતના જાણીતા ડૉક્ટરો શું કહે છે?

કોરોના વાયરસના સંક્રમણની ચિંતા વચ્ચે પોલીસ અધિકારીઓ પોતે શ્રમજીવીઓને ભોજન પહોંચાડી, તેમના હાથ ધોવડાવી, થાળી પીરસી સરાહનીય સામાજિક કાર્ય કરી રહ્યા છે. હાલ મુશ્કેલીના સમયમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સાંભળતા વડોદરા પોલીસ સાચા અર્થમાં ઉમદા કાર્ય કરી રહી છે જે અનેક સામાજિક સંસ્થાઓ સહિત અનેક લોકો માટે પ્રેરણા રૂપ છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर