Home /News /gujarat /અમદાવાદ: પરિવારમાં ખેલાયો ખુની ખેલ, પુત્ર-પુત્રી સાથે મળી માતાએ નાના દીકરાનું ગળું વાઢી નાંખ્યું

અમદાવાદ: પરિવારમાં ખેલાયો ખુની ખેલ, પુત્ર-પુત્રી સાથે મળી માતાએ નાના દીકરાનું ગળું વાઢી નાંખ્યું

વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો.

મૃતકના લગ્ન કરવાની બાબતને લઈને થયેલ ઝઘડાના સમાધાન માટે એકઠા થયેલા પરિવારના સભ્યો વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલીમાં એક યુવકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

અમદાવાદ (Ahmedabad Crime)ના જુહાપુરા વિસ્તારમાં 36 વર્ષીય યુવકની તેની જ માતા, બહેન અને ભાઈએ હત્યા (Murder) કરી હોવાની સનસનીખેજ ઘટના બની છે. જેમાં વેજલપુર પોલીસે (Vejalpur Police) આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. મૃતકના લગ્ન કરવાની બાબતને લઈને થયેલ ઝઘડાના સમાધાન માટે એકઠા થયેલા પરિવારના સભ્યો વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલીમાં એક યુવકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસે મોહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ અને રેશમા બાનુ પઠાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને 36 વર્ષીય ઈર્શાદ નામના યુવકની હત્યાને અંજામ આપ્યો છે. અને મૃતક અન્ય કોઈ નહીં પરંતુ આજ આરોપીઓના પરિવારનો સભ્ય છે. પકડાયેલા આરોપીઓમાં મૃતકનો સગો ભાઈ અને બહેન અને માતા છે.

આ પણ વાંચો- અમૂલ સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર

ત્રણ દિવસ પહેલા મૃતક ઈર્ષાદે પોતાની મોટી બહેન રેશમાંના ઘરે જઈ તકરાર કરી ઘરના અને વાહનોના કાચ તોડી નાખી બહેનની દીકરીના માથામાં પથ્થર પણ માર્યો હતો. જે મામલે મૃતક સામે તેના જ બનેવીએ ફરિયાદ નોંધાવી હતી. અને 3 જૂનના રોજ સાંજના સમયે આ ઝઘડાના સમાધાન માટે તમામ પરિવારજનો એકઠા થયા હતા. જો કે તે સમયે અચાનક જ ઇર્ષાદ ઉશ્કેરાઈ જતા તેણે બહેન અને માતા અને ભાઈ પર છરીથી હુમલો કર્યો હતો. જેથી તેની માતા બહેન દ્વારા તેને પકડી લઈ તેની પાસેની છરીથી તેના ગળા પર ઘા મારી દેતા તેનું મોત નીપજ્યું હતું.

ઇર્ષાદના ગળામાં ચપ્પુના ઘા માર્યા બાદ તેના ભાઈ મોહમ્મદસાન શેખે તેની બહેનને ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આ ઘટનામાં ઝપાઝપીમાં આરોપીઓને પણ ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે મૃતક ઇર્ષાદનું મોત નીપજતા હત્યાના ગુનાની ફરિયાદ તેની મોટી બહેન નાજનીને વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે મૃતકની માતા તેના ભાઈ અને બહેનની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકીશ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈર્શાદ શાહના લગ્ન ન થયા હોવાથી અવારનવાર તે માતા અને બહેન સાથે લગ્ન બાબતે ઝઘડો કરતો હતો અને તે જ બાબતને લઈને પરિવારમાં ઘણા સમયથી તકરાર ચાલતી હતી. જોકે આ તકરારમાં યુવકનું મોત નિપજ્યું હતું અને પરિવારજનો હત્યારા બની ગયા હતા.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad murder Latest News, Ahmedabad police, Vejalpur