Gujarat coronavirus update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 7,606 નવા કોરોના દર્દીઓ (corona patient) નોંધાયા છે. જ્યારે 13195 દર્દીઓ સાજા થયા છે. આજના દિવસે કુલ 34 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
Gujarat coronavirus update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 7,606 નવા કોરોના દર્દીઓ (corona patient) નોંધાયા છે. જ્યારે 13195 દર્દીઓ સાજા થયા છે. આજના દિવસે કુલ 34 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
Coronavirus Latest Update: ગુજરાતમાં કોરોના વાયરસની (Gujarat covid-19) ગતિ હવે ધીમી પડતી નજર આવી રહી છે ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં (Gujarat coronavirus update) ધરખમ ઘટાડો નોંધાયો છે. ગઇકાલે ગુજરાતમાં 9 હજારની નજીક કેસ નોંધાયા હતા. ત્યારે આજે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,606 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 34 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. અમદાવાદ શહેરમાં (Ahmedabad corona case) હજી પણ કોરોનાની સ્થિતિ ખરાબ છે આજે 3118 કેસ નોંધાયા છે.
ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 7,606 કેસ નોંધાયા હતા. જ્યારે મોતની સંખ્યામાં વધારો થઈને આજે કુલ 34 લોકોના મોત નીપજ્યા હતા. 24 કલાકમાં 13,195 દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે ગયા છે આમ રાજ્યમાં કોરોનામાંથા સાજા થવાનો દર 93.75 નોંધાયો છે.
ગુજરાતમાં અત્યારેના એક્ટીવ કેસોની વાત કરીએ તો કુલ 63564 એક્ટીવ કેસ છે જેમાંથી 266 દર્દીઓ વેન્ટીલેટર જ્યારે 63298 સ્ટેબલ દર્દીઓ છે. અત્યાર સુધીમાં કુલ 1111394 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 10579 દર્દીઓના મોત નીપજ્યા છે.