Home /News /gujarat /

ફરી કાળઝાળ ગરમી માટે થઇ જાવ તૈયાર, આગામી 4 દિવસ રહેશે 42 ડિગ્રી તાપમાન

ફરી કાળઝાળ ગરમી માટે થઇ જાવ તૈયાર, આગામી 4 દિવસ રહેશે 42 ડિગ્રી તાપમાન

પ્રતિકાત્મક તસવીર

ગઇકાલે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જયારે અમદાવાદ 42 ડિગ્રીમાં શેકાયું હતું.

    ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીએ ફરી એકવાર કહેર વર્ષાવવાનું શરૂ કરી દીધું છે. ગઇકાલે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જયારે અમદાવાદ 42 ડિગ્રીમાં શેકાયું હતું.

    અમદાવાદમાં 42 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગનાં મતે આગામી ચાર દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે એક ખાનગી હવામાન સંસ્થાનાં મતે તો ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે.

    ગઇકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, ગાંધીનગર, વડોદરા, ભૂજ, ડીસા, આણંદમાં પણ 41 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ હતી.જ્યારે ભાવનગરમાં 39.2, સૂરતમાં 35.8 ડિગ્રી, દીવમાં 34.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    આ પણ વાંચો : Photos: પરિવારમાં કિલ્લોલ કરનાર આ લાડકવાયા અગ્નિકાંડમાં જીવતા ભુંજાયા

    થોડા દિવસો પહેલા જ ગરમીમાંથી જાણે વરસાદની મોસમ આવી ગઇ હોય તેમ રાજ્યભરમાં ઝાપટાં પડી રહ્યાં હતાં. જેના કારણે હાલ રાજ્યભરમાં અસહ્ય બફારાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

    આ પણ વાંચો : NDAની બેઠકમાં નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા જાહેર, અડવાણીને પગે લાગ્યા

    મહત્વનું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ ,જસદણ અને કોટડાસાં પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં હતાં. ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે ગ્રામીણ વિસ્તારમાં કરાનો વરસાદ વરસ્યો હતો. જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિત વાતાવરણનાં બદલાવની અસર સર્વત્ર જોવા મળી હતી. જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Saurastra, Summer, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन