Home /News /gujarat /

Election 2022: ચૂંટણી આવતા જ નેતાઓ કેમ જાય છે ભગવાનના શરણે! જાણો શુ કહે છે ગુજરાતની જનતા

Election 2022: ચૂંટણી આવતા જ નેતાઓ કેમ જાય છે ભગવાનના શરણે! જાણો શુ કહે છે ગુજરાતની જનતા

આડા દિવસોમાં ગુજરાતમાં ન આવતા નેતાઓ ચૂંટણી નજીક આવતા મંદિરના ચક્કર લગાવવા લાગે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને હવે તો વહેલી ચૂંટણી યોજાય તેવા ભણકારા પણ વાગી રહ્યા છે. ચૂંટણી આવતા રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદે નામ જાહેર થતા ભુપેન્દ્ર પટેલ પણ સૌ પ્રથમ ત્રિમંદિર અને જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા.

વધુ જુઓ ...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) હવે નજીક આવી રહી છે. જેને લઇને ભાજપ (BJP) હોય કે કોંગ્રેસ (Congress) કે પછી આમ આદમી પાર્ટી (AAP) હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષ. નેતાઓના ગુજરાતના આંટાફેરા શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં આવતા જ નેતાઓના મંદિરમાં પણ આંટાફેરા શરૂ થઈ જાય છે. આડા દિવસોમાં ગુજરાતમાં ન આવતા નેતાઓ ચૂંટણી નજીક આવતા મંદિરના ચક્કર લગાવવા લાગે છે. નેતાઓની મંદિરની આવનજાવન સ્વાભાવિક છે કે રાજકારણ તે જાણવું પણ જરૂરી છે. જાણીએ શુ કહી રહી છે ગુજરાતની જનતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને હવે તો વહેલી ચૂંટણી યોજાય તેવા ભણકારા પણ વાગી રહ્યા છે. ચૂંટણી આવતા રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદે નામ જાહેર થતા ભુપેન્દ્ર પટેલ પણ સૌ પ્રથમ ત્રિમંદિર અને જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા. અને હજુ પણ તેઓ અવારનવાર મંદિર દર્શને પહોંચી જતા હોય છે.  હાલમાં જ કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસએ આવ્યા હતા. અને સીધા દ્વારકામાં કોંગ્રેસની શિબિર યોજીને ચૂંટણીનું રણશીંગુ ફુક્યું હતું. જોકે એ પહેલાં તેઓ પણ દ્વારકાધીશના ચરણે શીશ નમાવ્યું હતું.

આ પણ વાંચો- ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવ, 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે CMની તુલા કરાઈ

અગાઉ 2017માં પણ વિધાનસભા ચૂંટણી સમયે તેઓએ ગુજરાતના દરેક મંદિરોમાં જઈ દર્શન કર્યા હતા. એવી જ રીતે હાલમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. પહેલા દિવસે તેઓએ પોતાના રોડ શોની શરૂઆત પહેલા ઉત્તમનગરના ખોડિયારમાતાજીના મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમની મુલાકાતના બીજા દિવસે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે સંતોના આશીર્વાદ લઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો- કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન

આ અંગે લોકોનું માનવું છે કે ગુજરાતની જનતા આસ્થા સાથે જોડાયેલી છે. ભક્તિ ભાવ વાળી ગુજરાતની પ્રજા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લાખો હરિ ભક્તો જોડાયેલા છે. અને આ ભક્તો સ્વામિનારાયણ મંદિર માં ભગવાનની પ્રત્યે તો તેમની આસ્થા છે સાથે સંતો તેમના ગુરુ છે. સંતોનો પડ્યો બોલ જીલનારી પ્રજા છે. નેતાઓ પણ મંદિર પર માથું ટેકવી સંતોના આશીર્વાદ મેળવે અને સંતોના જો આશીર્વાદ મળી જાય તો ચૂંટણી જીતવી આસાન થઈ જાય છે તેવું નેતાઓ પણ માનતા હોય છે.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Aam adami party, AAP Gujarat, Aarvind kejriwal, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन