Home /News /gujarat /

Ahmedabad: પ્રેમીને પામવા પતિને છૂડાછેડા આપનાર પરિણીતાના થયા ખરાબ હાલ, ન્યાય માટે પહોંચી પોલીસ સ્ટેશન

Ahmedabad: પ્રેમીને પામવા પતિને છૂડાછેડા આપનાર પરિણીતાના થયા ખરાબ હાલ, ન્યાય માટે પહોંચી પોલીસ સ્ટેશન

પ્રેમીએ યુવતીની સાથે લગ્ન કરવાની ના પાડતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad News: પોલીસ કસ્ટડીમાં આવેલ આરોપી મકેશ ભરવાડે સામે તેની પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે કે મુકેશે તેને લગ્નની લાલચ આપી હતી અને વર્ષોથી અલગ અલગ જગ્યાએ પર તેણીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે

પરિણીતાને લગ્નની લાલચ આપી છૂટાછેડા કરાવ્યા બાદ પ્રેમીએ લગ્નની મનાઈ કરી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવી છે. છેલ્લા થોડા વર્ષોથી યુવક અને મહિલા એકબીજાના પ્રેમમાં હતાં પણ આ પ્રેમ સંબંધનો કઈક અલગ જ અંજામ આવ્યો છે. યુવકે લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ  (Rape) ગુજાર્યું હતું. પરણિતાને લગ્નની લાલચ આપી હતી. પરણિતાએ પ્રેમી સાથે રહેવા છૂટાછેડા (Divorce) લીધા હતા. પ્રેમીએ યુવતીને સાથે લગ્ન કરવાની ના પાડતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે અલગ અલગ જગ્યા પર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકમાં યુવતી દ્વારા તેના પર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો જણાવી હતી. યુવતીની ફરિયાદ મુજબ આરોપી મુકેશ ભરવાડ અને ફરિયાદી યુવતી બંને પરિણીત છે. થોડા વર્ષો પહેલા બંનેની આંખો મળી હતી અને પ્રેમ થયો હતો. ત્યાર બાદ બંને અલગ અલગ જગ્યાએ પર મળતા હતા. યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે પ્રેમીને પામવા યુવતીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જોકે યુવતીના છૂટાછેડા બાદ તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી તૂટી શકે કોંગ્રેસ, ભાજપમાં ફરી જોડાઇ શકે અશ્વિન કોટવાલ

પોલીસ કસ્ટડીમાં આવેલ આરોપી મકેશ ભરવાડે સામે તેની પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે કે મુકેશે તેને લગ્નની લાલચ આપી હતી અને વર્ષોથી અલગ અલગ જગ્યાએ પર તેણીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. મુકેશ ભરવાડ અને યુવતી વર્ષ 2014થી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી આજ સુધી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે પરિણીતાએ પતિને છોડ્યા બાદ મુકેશે પણ તેણીને અપનાવવાનો ઇનકાર કર્યો હતો .હાલ તો ગોમતીપુર પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પીઆઈનું કેહવું છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedaabad News, Ahmedabad Crime latest news, અમદાવાદ પોલીસ, ગુજરાતી સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन