Home /News /gujarat /અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં આવી લોકોને લૂંટતી ગેંગનો આતંક, યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી

અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં આવી લોકોને લૂંટતી ગેંગનો આતંક, યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી

આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હતા.

આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હતા. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા. આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad News)માં નકલી પોલીસ (Ahmedabad Police)નો આતંક વધી રહ્યો છે. નકલી પોલિસ (Fake police) બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવે છે બાદમાં પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે. તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે (Gomtipur Police) બે આરોપીઓ ઝડપાયા છે. જેઓએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ મચાવી હતી.

પોલીસ ગિરફતમાં રહેલા આ બે શખ્સોના નામ હમીદખાન પઠાણ અને અવેશ ખાન પઠાણ છે. જે બંને રખિયાલ વિસ્તારમાં રહે છે. અને બંને આરોપીઓની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને કેમ આ સમયે બહાર નીકળ્યો કહીને રિક્ષામાં આવી રોક્યો અને બાદમાં ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે 500 રૂ. જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા ભોગ બનનારે 3000 રૂ. ગૂગલ પે થી મંગાવ્યા હતા. બાદમાં યુવકને એટીએમમાં લઈ જઈ રૂ.2500 અને 50ઓ રોકડા એમ ત્રણ હજાર લૂંટી લીધા હતા.

આ પણ વાંચો- Corona in China: ઝીરો કોવિડ-19 પોલિસીનો માર સહન કરી રહ્યું છે ચીન, નથી અટકી રહી હોસ્પિટલોમાં મૃત્યુની પ્રક્રિયા

આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હતા. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા. આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો- ફિલ્મી સ્ટોરી જેવી સત્ય ઘટના: પિતાએ નાગને માર્યો, 24 કલાકમાં જ નાગીને પુત્રને ડંખ માર્યો, હોસ્પિટલ લઈ જતા જ મોત

તાજેતરમાં નરોડા પોલીસે એક હોમગાર્ડ અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. એલિસબ્રિજ પોલીસે પણ પોલીસના નામે તોડ કરતા એકની ધરપકડ કરી હતી. ત્યારે વધુ બે આરોપી પકડાતા શહેરમાં નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આરોપીઓએ અન્ય કેટલા લોકોને લૂંટયા છે તે બાબતે પણ તપાસ કરી વોન્ટેડ બે લોકોની શોધખોળ હાથ ધરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad police, Fake police, Gujarati news, અમદાવાદ પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો