Home /News /gujarat /

રાજ્યમાં બાળલગ્નોમાં 21 ટકાનો વધારો, 2018માં મળી 174 ફરિયાદ

રાજ્યમાં બાળલગ્નોમાં 21 ટકાનો વધારો, 2018માં મળી 174 ફરિયાદ

ફાઇલ તસવીર

અભયમના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ ગત વર્ષમાં સૌથી નાની ઉંમરે લગ્ન થતા અટકાવવામાં આવ્યા હોય તેવો દાખલો બનાસકાંઠા જિલ્લાનો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યમાં બાળલગ્નોની ફરિયાદોમાં ગત વર્ષે ભારે વધારો નોંધાયો છે. જો 'અભયમ' ટેલિફોન હેલ્પલાઇનનું માનીએ તો બાળલગ્નોની સંખ્યાનું દુષણ હજુ પણ સમાજમાં મોટા પાયે વ્યાપ્ત છે.

    વર્ષ-2018ના આંકડાઓ તપાસીએ તો, 2018ના વર્ષમાં જ બાળલગ્નોની સંખ્યામાં 21% નો વધારો જોવા મળ્યો છે. વર્ષ-2017માં બાળલગ્નોની 143 જયારે 2018માં 174 ફરિયાદો 'અભયમ હેલ્પલાઇન' ને પ્રાપ્ત થઇ હતી, જે ઘણી સૂચક છે.

    આ દ્રષ્ટિએ પ્રત્યેક સપ્તાહે રાજ્યમાં 3 બાળવિવાહ થતા હોવાનું કહી શકાય.

    અભયમના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ ગત વર્ષમાં સૌથી નાની ઉંમરે લગ્ન થતા અટકાવવામાં આવ્યા હોય તેવો દાખલો બનાસકાંઠા જિલ્લાનો છે. જેમાં અનુક્રમે 5 અને 9 વર્ષની બે બાળકીના બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

    રાજ્યની ઘણી કોમ્યુનિટીમાં સોશિયો-ઈકોનોમિક કારણોને આ પ્રકારની પ્રેક્ટિસ હજુ પણ ખૂબ જ ચલણમાં છે. મોટાભાગના આવા કિસ્સામાં છોકરીની ઉંમર જ સગીર હોય છે. નોંધાયેલા કેસોમાં મોટાભાગે છોકરી 16-17 વર્ષની આસપાસ હોય છે.’
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Child-marriage, Marriage, ગુજરાત, ગુનો, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन