Home /News /gujarat /

રાજ્ય સરકારની જાહેરાત: જો AMCની આ યોજનાનું Online પેમેન્ટ કરશો તો મળશે 15 ટકા ડિસકાઉન્ટ

રાજ્ય સરકારની જાહેરાત: જો AMCની આ યોજનાનું Online પેમેન્ટ કરશો તો મળશે 15 ટકા ડિસકાઉન્ટ

રાજ્ય સરકારની જાહેરાત: જો AMCની આ યોજનાનું Online પેમેન્ટ કરશો તો મળશે 15 ટકા ડિસકાઉન્ટ

Important State Government Announcement: રાજ્ય સરકારે 2022-23ના નાણાંકીય વર્ષના વેરાની રકમ 31 મેં 2022 સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને 10 ટકા વળતરનો લાભ અપવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ રકમ ઓનલાઈન ભરનારા લોકોને વધારાનું 5 ટકા ડિસ્કાઉંટ અપાશે. તો પહેલાંના બાકી વેરા 31 માર્ચ સુધીમાં ભરી દેનારાઓને વ્યાજ-પેનલ્ટી-વોરંટ ફી-નોટિસ ફીની રકમ 100 ટકા માફ કરાશે

વધુ જુઓ ...
    અમદાવાદ: આપણે જે કોઈપણ શહેરમાં વસવાટ કરીએ. ત્યાં માળખાકીય સુવિધા-સગવડ માટે પાલીકાઓ દ્વારા કરવેરા લેવામાં આવે છે. જેનાથી વિવિધ સુવિધાઓ શહેરવાસીઓને મળી રહે. જેમાં રાજ્ય સરકારે 2022-23ના નાણાંકીય વર્ષના વેરાની રકમ 31 મેં 2022 સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને 10 ટકા વળતરનો લાભ અપવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ રકમ ઓનલાઈન ભરનારા લોકોને વધારાનું 5 ટકા ડિસ્કાઉંટ અપાશે. તો પહેલાંના બાકી વેરા 31 માર્ચ સુધીમાં ભરી દેનારાઓને વ્યાજ-પેનલ્ટી-વોરંટ ફી-નોટિસ ફીની રકમ 100 ટકા માફ કરાશે

    રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ નગરોમાં રહેતાં લોકો માટે‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરી છે. રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા નવી શરૂઆત કરવામાં આવી છે

    આ પણ વાંચો-રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ

    યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો તા.31-મે-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. 31-મે-2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 15 ટકા વળતરનો લાભ મળશે.



    રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીએ કરી આપી છે. જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા. 31 માર્ચ-2022 સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા આશયથી યોજનાની શરૂઆત કરાઈ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad Samachar, AMC News, Corporation News, Tax News

    આગામી સમાચાર