Home /News /gujarat /

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયત્ન કરનાર 37 ગુજરાતી પરિવારો તુર્કીમાં લાપતા

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયત્ન કરનાર 37 ગુજરાતી પરિવારો તુર્કીમાં લાપતા

તૂર્કીમાંથી ગુજરાતીઓ ગૂમ

Gujarati Missing From Turkey: 7 પરિવારોને 10થી 20 જાન્યુઆરીની વચ્ચે ઇસ્તંબુલ મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના એજન્ટો અન્ય દેશોમાં અધિકારીઓ અને ગુનાહિત તત્વો સાથે જોડાયેલા છે જે દાણચોરીની પ્રક્રિયાને સરળ બનાવે છે.

  વિદેશ જઈને પૈસા (Money) કમાવાની ઈચ્છા અનેક લોકોને હોય છે. જેથી વિદેશ જવા માટે ઇચ્છુક લોકો પ્રયાસો કરતાં જોવા મળે છે. અલબત્ત અમુક લોકો ગેરકાયદે વિદેશ જવાના પ્રયાસો કરે છે, જેના ભયંકર પરિણામો આવી શકે છે. આંકડા મુજબ, ગુજરાતથી યુએસ સુધીના ખતરનાક ગેરકાયદે પ્રવાસમાં 136 જેટલા લોકો (immigrants) ગુમ હોવાની આશંકા છે. આ જાણકારી માનવ તસ્કરીના રેકેટની તપાસ કરી રહેલા વરિષ્ઠ પોલીસોએ જાહેર કરી છે.

  જાન્યુઆરીમાં કલોલ તાલુકાના એક ગામમાંથી તુર્કી ગયેલા બે દંપતી અને બે બાળકો એમ છ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના ગુમ થયાની તપાસ કરી રહેલા તપાસ અધિકારીઓને જાણવા મળ્યું કે, મેક્સિકો-તુર્કી માર્ગે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનું પસંદ કરનારા વધુ 18 ગુજરાતીઓ ગુમ થયા હતા. ઈસ્તાંબુલમાં ઉતર્યા પછી તેઓનું અપહરણ થયું હોવાની શક્યતા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ તપાસમાં બહાર આવ્યું છે કે, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના 112 સહિત ગુમ થયેલા લોકોની સંખ્યા 37 પરિવારો જેટલી વધારે હોવાની શંકા છે.

  આ પણ વાંચો-અમદાવાદમાં મહિલાએ જાહેરમાં એક વ્યક્તિને મારી દીધી છરી, મહિલાની હરકતથી મચ્યો ચકચાર

  છ લોકોના ગાયબ થવાની તપાસમાં સામે આવેલી હકીકત હજી માત્ર પ્રાથમિક છે, ઊંડાણમાં ઘણું બિહામણું ચિત્ર હોવાની દહેશત પોલીસ અધિકારીએ વ્યક્ત કરી હતી. આ સાથે ગાંધીનગર અને મહેસાણાના અન્ય 18 લોકોનું પણ તુર્કીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હવે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા ઇચ્છતા આવા 112 જેટલા લોકોને તુર્કીના માફિયાઓ દ્વારા ગુમ કરાયા હોવાની અથવા અપહરણ કરી ગયા હોવાની શંકા છે.

  અધિકારીએ જણાવ્યું હતું કે, 37 પરિવારોને 10થી 20 જાન્યુઆરીની વચ્ચે ઇસ્તંબુલ મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના એજન્ટો અન્ય દેશોમાં અધિકારીઓ અને ગુનાહિત તત્વો સાથે જોડાયેલા છે જે દાણચોરીની પ્રક્રિયાને સરળ બનાવે છે. કાનૂની પરવાનગી વિના યુએસમાં પ્રવેશવા માંગતા લોકો માટે તુર્કી શોર્ટકટ છે. એકવાર ઇમિગ્રન્ટ્સ તુર્કી પહોંચ્યા પછી તેમને બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને ફ્લાઇટ અથવા દરિયાઇ માર્ગે મેક્સિકો મોકલવામાં આવે છે. ત્યારબાદ તેમને મેક્સિકોના એજન્ટો યુએસમાં ગેરકાયદે મોકલે છે.

  જો કે, આ કેસમાં માફિયાઓએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ફસાવ્યા હતા. તેમના કેટલાક સંબંધીઓને રૂ. 2 લાખથી રૂ. 5 લાખ સુધીની ખંડણી માગતા કોલ આવ્યા છે. કેદમાં રહેલા લોકોને નુકસાન પહોંચાડવામાં આવશે તેવા ડરથી પરિવારના સભ્યો પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. આમાંના મોટાભાગના ગુમ થયેલા લોકો ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના અનેક ગ્રામીણ લોકો કોઈપણ રીતે અમેરિકામાં સ્થળાંતરિત થવાની ઈચ્છા ધરાવતા હોય છે.

  અમેરિકા કે અન્ય કોઈ દેશમાં ગેરકાયદે જવામાં અનેક જોખમો રહેલા હોવાનું પોલીસ અધિકારીઓ જણાવે છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ તુર્કી પહોંચે ત્યારે ઇસ્તંબુલમાં દાણચોરો તેમને મેક્સિકોમાં રહેલા દાણચોરો તરફથી લીલીઝંડી ન મળે ત્યાં સુધી 3-6 મહિના માટે ભાડાના ફ્લેટમાં રાખે છે. જો તેઓ સુરક્ષિત રીતે તુર્કી છોડે તો પણ એજન્ટ ખર્ચના પૈસા ન મોકલે તો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને મેક્સિકનો દ્વારા ત્રાસ આપવામાં આવે તેવી શક્યતા હોય છે.

  ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગાંધીનગરના ડીંગુચાના પટેલ પરિવારના ચાર લોકોનું કેનેડા બોર્ડર નજીક થીજી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના પછી ગુજરાતમાં ગેરકાયદે ઇમિગ્રેશન રેકેટ સ્કેનર હેઠળ આવ્યું છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Illegal, Immigrants, Turkey

  આગામી સમાચાર