Home /News /gujarat /અમદાવાદ: શેરબજારના સોદા કરીને ડબ્બા ટ્રેડિંગની ઓફિસોમાં દરોડા, 11 નબીરાની ધરપકડ, 11.50 લાખ રોકડા મળ્યા

અમદાવાદ: શેરબજારના સોદા કરીને ડબ્બા ટ્રેડિંગની ઓફિસોમાં દરોડા, 11 નબીરાની ધરપકડ, 11.50 લાખ રોકડા મળ્યા

અહીં ચાલતું ડબ્બા ટ્રેડિંગ

Ahmedabd News: આરોપીઓ META tredars 5 Appમા ગેરકાયદેસર શેરબજારના સોદા કરતા હતા. 

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) પાંજરાપોળ વિસ્તારમાં જીએસટી ભવનની પાસે આવેલા શ્યામક કોમ્પલેક્ષમાં ત્રીજા અને ચોથા માળે ગેરકાયદે શેર બજારના સોદા કરીને ડબ્બા ટ્રેડિંગ (Dabba trading) કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા જ એલીસબ્રીજ પોલીસે રેડ કરીને 11 લોકોને ઝડપી લીધા છે. રોકડ રકમ સહિત કુલ 22.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બે ઓફિલમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ

શ્યામક કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલી ઓફિસ નંબર 307 શાશ્વત સ્ટોક બ્રોકર્સ પ્રા.લી.ના માલિક વિકિભાઈ રાજેશભાઈ ઝવેરી અને ચોથા માળે આવેલી ઓફિસ નંબર 408 પિનાક સ્ટોક બ્રોકર્સ પ્રા.લી ના માલિક સૌમિલ ભાવનગરી સહિત 11 આરોપી ઓ તેમની ઓફિસ માં ગેરકાયદે ઓનલાઈન મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર માં META tredars 5 Appમાં ગેરકાયદે સોદા કરી સેબીની જાણ બહાર શેરબજારમાં શેરની લે વેચના સોદા કરી શેર બજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા હતા.

ઝડપાયેલા આરોપીઓ


આ મુદ્દા માલ પકડ્યો

પોલીસે આ રેડ દરમિયાન પોલીસે 18.52 લાખ રોકડા, 20 નંગ મોબાઈલ, 4 લેપટોપ, રૂપિયા ગણવાના 2 મશીન, 10 સીપીયું સહિત કુલ રૂપિયા 22.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓના નામ પર નજર કરીએ તો.

ઝડપાયેલા આરોપીઓ


11 નબીરાની ધરપકડ

1. વિકી રાજેશભાઈ ઝવેરી (રહે. માણેકબાગ)
2. જીગર ઉમાકાન્ત ભાઈ શાહ  (રહે. પાલડી)
3. રાજેન્દ્ર ભોગીલાલ શાહ  (રહે. નવાવાડજ)
4. જીગ્નેશ શાહ  (રહે. નવાવાડજ)
5. વિપિન દેસાઈ  (રહે. આંબાવાડી)
6. શીતલ ચોકસી  (રહે. સેટેલાઈટ)
7. દેવાંગ શાહ   (રહે. સેટેલાઈટ)
8. સૌમિલ ભાવનગરી   (રહે. સેટેલાઈટ)
9. રૂપક શાહ   (રહે. ન્યુ વાસણા)
10. તેજસ ભાવનગરી  (રહે. સેટેલાઈટ)
11. જયેશભાઇ મકવાણા  (રહે. ચાંદખેડા)

હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन