Home /News /gujarat /

અમદાવાદઃ નેપાળની ડાન્સર યુવતીઓને ગેરકાયદે દુબઇ મોકલવાના નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદઃ નેપાળની ડાન્સર યુવતીઓને ગેરકાયદે દુબઇ મોકલવાના નેટવર્કનો પર્દાફાશ

    હર્મેશ સુખડિયા, અમદાવાદ

    નેપાળની ડાન્સર યુવતીઓને નકલી એન.ઓ.સીથી દુબઇ અને ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડાની કલબોમાં મોકલવાના નેટવર્કનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી નેપાળી યુવતીઓને નેપાળની એમ્બેસીના બોગસ લેટરના આધારે આફ્રિકાના અને ખાડીના દેશોમાં ડાન્સર તરીકે મોકલવામાં આવતી હતી, સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે લોકોની ધરપકડ કરી છે.

    મુળ બિહારનો અને દુબઇમાં કલબ ધરાવતો ગોપાલ શેલાની અને યુગાન્ડાનો ધીરજ ઇસ્ટ આફ્રિકામાં કોન્ટ્રાક્ટથી નેપાળની ડાન્સર યુવતીઓને લઇ જતા હતાં.દુબઇથી ગલ્ફ અને આફ્રિકન કન્ટ્રીઝમાં જવા માટે નેપાળ સરકારનું એન.ઓ.સી મેળવવું પડે છે. આ માટે દોઢ-બે લાખનો ખર્ચ થાય છે તેના બદલે રૂપિયા એક લાખ યુવતીઓ પાસેથી વસૂલી નકલી એન.ઓ.સી બનાવી દેવામાં આવતું. ક્રાઇમ બ્રાંચે દાવો કર્યો છે કે ગોપાલ અને ટોળકી ત્રણ વર્ષથી આ રીતે નેપાળથી યુવતીઓને ભારત બોલાવી જુદા જુદા એરપોર્ટથી ગલ્ફ દેશ અને ઇસ્ટ આફ્રિકાના દેશોમાં મોકલાતી હતી. ત્યારે ક્રાઇમ બ્રાંચ કબૂતરબાજી ગણાવે છે તેવા આ કૌભાંડમાં નેપાળ સરકારને ચુનો ચોપડવાનું ષડયંત્ર જણાઇ રહ્યું છે.

    ક્રાઇમ બ્રાચની તપાસમાં અમદાવાદના અગોરા મોલ પાસે બાલાજી રેસિડન્સીમાં રહેતા એજન્ટ રામુ રહિમાલ પ્રજાપતિ, મુંબઇના એજન્ટ અસરાર અહેમદ ઉર્ફે હાફીજ મહમંદ મુસ્તુફા અનસારી, દુબઇનો ગોપાલ શેલાની, ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડાનો રહીશ ઘીરજ, ઇસ્ટ આફ્રિકાના મલાવીમાં રહેતા અસલમ અને તેની પત્ની સીતા મળી નેપાળી યુવતીઓને નકલી એન.ઓ.સી મારફતે ભારતના જુદા જુદા એરપોર્ટથી ગલ્ફ કન્ટ્રી, ઇસ્ટ આફ્રિકાના દેશોમાં મોકલતા હતા..

    દુબઇમાં રોયલ એસ્કોર્ટ હોટલમાં મહેફિલ નામની કલબ અને પનામા ગ્રાન્ડ હોટલમાં મીર્ચી ગોલ્ડ કલબ ધરાવતા ગોપાલ શેલાનીના બે એજન્ટ અમદાવાદનો રામુ પ્રજાપતિ અને મુંબઇનો અસરાર અનસારી કાર્યરત હતા. જે રવિવારના રોજ પાંચ નેપાળી યુવતીઓને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઇ અને ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા ખાતે લઇ જવાના હોવાની પેરવીમાં હતા, જો કે ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદ એરપોર્ટ ઉપરથી પાંચ નેપાળી યુવતી અને બે એજન્ટને પકડી પાડ્યા હતા. હાલ બંને લોકોની પૂછપરછ ચાલી રહી છે, સમગ્ર મામલે વધુ રોચક ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર