Home /News /gujarat /

ઇસ્કોન મંદિર દ્વારા થશે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

ઇસ્કોન મંદિર દ્વારા થશે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

સવારે ૧૦:૦૦ વાગ્યા થી રાત્રી ના ૦૨:૦૦ વાગ્યા સુધી અખંડ હરિનામ નુ કીર્તન કરવામાં આવશે.

સવારે ૧૦:૦૦ વાગ્યા થી રાત્રી ના ૦૨:૦૦ વાગ્યા સુધી અખંડ હરિનામ નુ કીર્તન કરવામાં આવશે.

    ન્યૂઝ18 ગુજરાતી :

    કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ તા. ૦૩/૦૯/૨૦૧૮ ના રોજ ઉજવામાં આવશે. આ વર્ષે ઇસ્કોન મંદિર માં જન્માષ્ટમી મહોત્સવ તા. ૦૧/૦૯/૨૦૧૮ થી ચાલુ થઇ જશે. ઉત્સવ ની સરુઆત સવારે ૦૪:૩૦ વાગે મંગલા આરતી થી કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૦૮:૦૦ વાગે ભગવાન ના શૃંગાર દર્શન થશે.

    ભગવાન ને વૃંદાવનથી બનાવેલ નવ-નવેલા વસ્ત્રો થી સુશોભિત કરવામાં આવશે.ત્યાર બાદ ભગવાન ને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે. ભગવાન ના ગર્ભ ગૃહ ને પણ ફૂલ બંગલા થી શણગારવામાં આવશે. ત્યારે પછી શ્રીમાન જશોમતિનંદન દાસ પ્રભુ દ્વારા  ભગવાન કૃષ્ણ ની દિવ્ય લીલા પર પ્રવચન થશે.



    સવારે ૧૦:૦૦ વાગ્યા થી રાત્રી ના ૦૨:૦૦ વાગ્યા સુધી અખંડ હરિનામ નુ કીર્તન કરવામાં આવશે. આ વર્ષે પેહલી વખત ઇસ્કોન મંદિર માં કૃષ્ણ વિલેજ થીમ પાર્ક બનાવામાં આવ્યું છે. કૃષ્ણ વિલેજ થીમ પાર્ક માં વિવિધ પ્રકાર ના સ્ટોલ મુકવામાં આવ્યા છે જેમ કે કૃષ્ણ મુવી થિયેટર, સેલ્ફી પોઈન્ટ, ચિલ્ડ્રન પ્લેય પાર્ક, અધ્યાત્મિક પ્રસ્નૌતરી પોઈન્ટ, પપેટ શો, વગેરે વિવિધ પ્રકાર ના રમત ગમત ના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

    વિવિધ પ્રકાર ના વર્ગ ના વિદ્યાર્થી માટે ચિત્ર તથા પેઇન્ટિંગ સ્પર્ધા પણ રાખવામાં આવેલ છે જેમાં અનેક શાળા ના વિદ્યાર્થી મિત્રો એ ભાગ લીધો છે. દરેક વિદ્યાર્થી માટે ઇનામ નુ પણ આયોજન રાખ્યું છે. દરેક દર્શાનાર્થીયો માટે પાર્કિંગ ની સંપૂર્ણ વ્યવસ્થા રાખલે છે.  મધ્યરાત્રી ના બરોબર ૧૨:૦૦ વાગે વિવિધ મંત્રો ના ઉચ્ચારણ સાથે ભગવાન નો દિવ્ય અભિષેક થશે. ત્યારે બાદ રાત્રી ના ૦૧:૦૦ વાગે ભગવાન ની મહાઆરતી થશે. જન્માષ્ટમી મોહત્સવ નિમિત્તે આખો દિવસ દરેક દર્શાનાર્થીયો માટે પ્રસાદ ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

    તા. ૦૪/૦૯/૨૦૧૮ ના રોજ નંદોત્સવ ઉજ્જવામાં આવશે. અને સાથે સાથે ઇસ્કોન સંસ્થા ના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એ.સી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી નો ૧૨૧ મો જન્મોત્સવ મનાવામાં આવશે આ ઉત્સવ ની સરુઆત સવારે ૦૮:૦૦ વાગે શ્રીલ પ્રભુપાદજી ની આરતી સાથે કરવામાં આવશે, ત્યાર બાદ સ્રીલ પ્રભુપાદજી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે, અને પછી શ્રીલ પ્રભુપાદજી ની આરતી કરવામાં આવશે. ત્યાર પછી “મટકા ફોડ” ઉત્સવ મનાવામાં આવશે . ત્યાર બાદ સૌ દર્શાનાર્થીયો માટે પ્રસાદ ભોજન ની વ્યવસ્થા રાખેલ છે.
    Published by:sanjay kachot
    First published:

    Tags: Celebrations, ISKCON, Theme, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन