Home /News /gujarat /

IIM અમદાવાદને 52 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ, HRDના શરણે IIM

IIM અમદાવાદને 52 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ, HRDના શરણે IIM

    IIM અમદાવાદને 52 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ, HRDના શરણે IIM
    ભારતીય પ્રબંધન સંસ્થા અમદાવાદ (આઈઆઈએમ-એ)નેમહેસૂલ વિભાગે તેના દ્વારા ચલાવવામાં આવતા કોર્સ માટે જીએસટી હેઠળ 52 કરોડ રૂપિયાનું સર્વિસ ટેક્સ ભરવા માટે નોટિસ મોકલી છે. મહેસૂલ વિભાગની આ નોટિસને રદ્દ કરવા માટે આઈઆઈએમ-એ દ્વારા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ સાથે જ આઈઆઈએમ-એ આદેશ વિરૂદ્ધ ટ્રિબ્યૂનલમાં પણ અપિલ કરી છે.

    દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ શાળાને કોમર્શિયલ કોચિગ સેન્ટર માનીને જીએસટીના હેડ કમિશને (અમદાવાદ) આઈઆઈએમ-એને જીએસટીના રૂપમાં 52 કરોડ રૂપિયા ભરવાનો નિર્દેશ આપ્યો છે. આઈઆઈએમ-એ મુખ્ય રૂપે ચાર કોર્સ ચલાવી રહ્યું છે- રેગ્યુલર પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, પીજીપી (એગ્રી બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ), ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ અને પીજીપી-એક્સ (એક્ઝિક્યુટીવ)

    મહેસૂલ વિભાગ 2009-10થી 2014-15 દરમિયાન જમા કરેલ ફિસ પર સર્વિસ ટેક્સ હેઠળ 52 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

    આઈઆઈએમ-એના ડાયરેક્ટર પ્રોફેસર ઈરોલ ડિસૂજાએ એક નિવેદનમાં કહ્યું, 'અમે આ બાબતે એચઆરડી મંત્રાલયને નિવેદન કર્યો છે અને મામલાને જોવામાં આવી રહ્યો છે. આઈઆઈએમ-એ દ્વારા નોટિસ વિરૂદ્ધ 13 ફેબ્રુઆરી 2018 ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી.' એચઆરડીને લખેલ પત્રમાં આઈઆઈએમ-એ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયને નાણા મંત્રાલય સાથે મળીને આ મામલાનો ઉકેલ લાવવો જોઈએ કેમ કે, આઈઆઈએમ-એ શૈક્ષણિક સંસ્થા છે જેને જીએસટી હેઠળ સેવા કર આપવાની છૂટ મળેલી છે.

    પત્રમાં IIM-Aએ નાણા મંત્રાલય દ્વારા માર્ચ 2016ની સૂચનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફુલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ અને ફાઈનલ-ઈયર ઈન્ટિગ્રેટર પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ માટે બધા આઈઆઈએમને સર્વિસ ટેક્સમાં છૂટ આપવામાં આવશે.
    જાન્યુઆરી 2018માં આઈઆઈએમ એક્ટ લાગૂં થયા પછી અન્ય આઈઆઈએમે પણ એચઆરડી મંત્રાલયને આ વાતની ફરિયાદ છે કે, મહેસૂલ વિભાગ તેમના પાસેથી સર્વિસ ટેક્સની માંગણી કરી રહ્યું છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Hrd ministry, IIM Ahmedabad, Revenue department

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन