Home /News /gujarat /

તમે બિન અનામત વર્ગમાં આવો છો ? તો તમારા માટે આ રહી સરકારી યોજનાઓ  

તમે બિન અનામત વર્ગમાં આવો છો ? તો તમારા માટે આ રહી સરકારી યોજનાઓ  

પાટીદાર અનામત આંદોલન પછી સરકારી બિન અનામત વર્ગો માટે કેટલીય યોજનાઓ જાહેર કરી હતી.

પાટીદાર અનામત આંદોલન પછી સરકારી બિન અનામત વર્ગો માટે કેટલીય યોજનાઓ જાહેર કરી હતી.



    જામનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદારો અનામત મળે એ માટે આંદોલન શરૂ થયા પછી રાજય સરકારે બિન અનામત વર્ગો માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે અને આ માટે એક આયોગની રચના પણ કરી છે અને બિન અનામત વગર્ના યુવાનોના ગુસ્સાને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે.

    ગુજરાત રાજ્યના વતની હોય તેવા બિન અનામત વર્ગના લાભાર્થીઓ માટે શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, ટ્યુશન સહાય, JEE, GUJ-CET, NEET પરિક્ષા માટે કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય, સ્વરોજગારલક્ષી યોજના લોન/સહાય જેવી યોજનાઓની વિસ્તૃત વિગતો તેમજ યોજનાના ફોર્મ નિગમની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ વેબસાઇટ પર જઇ Scheme/Download form ઓપન કરવાથી ઉમેદવાર જુદી-જુદી યોજનાઓ જોઇ શકશે. તેમજ જે યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેની પર કલીક કરવાથી તે યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. જે ફોર્મની પ્રિન્ટ મેળવી તે સંપૂર્ણપણે ભરેલ ફોર્મ જરૂરી દસ્તાવેજો સહિત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ જામનગર, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૩૨, રાજપાર્ક, જામનગર ખાતે રજુ કરવાના રહેશે તેમ મેનેજર ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ જામનગરની યાદીમાં જણાવાયુ છે.

    આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, જે-તે જિલ્લામાં રહેતા લોકો કે તેમના જિલ્લા મથકે આવેલી આયોગની ઓફિસ પર જઇને પણ યોજનાઓ વિશે જાણી લાભ મેળવી શકાય છે.

    હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો 11મો દિવસ: વજનમાં ધરખમ ફેરફાર

    “ક્રાંતિકારી” હાર્દિક પટેલ ‘ગુજરાત વિરોધી’ મેધા પાટકરને ન મળ્યો, સમર્થકોએ વિરોધ કર્યો   

    આ તરફ, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 11મો દિવસ છે. દેશભરમાંથી લોકો અને આગેવાનો તેને મળવા માટે આવી રહ્યા છે અને તેને સપોર્ટ કરી રહ્યા છે. સરકારમાં ફરી વખત ચિંતામાં છે. કોંગ્રેસે હાર્દિકને સંપુર્ણ ટેકો આપ્યો છે.

     
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Paas, Vijay Rupani, ગુજરાત, જામનગર, હાર્દિક પટેલ

    આગામી સમાચાર