ઉરી આતંકી હુમલા બાદ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંધુ જળ કરારને લઇને કડક વલણ અપનાવવાની વાત કરતા હોય પરંતુ જમ્મુ કાશ્મીરમાં ભાજપની જ સહયોગી પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સિંધુ જ કરારમાં કોઇ પણ જાતના ફેરફારનો વિરોધ કર્યો છે.
ઉરી આતંકી હુમલા બાદ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંધુ જળ કરારને લઇને કડક વલણ અપનાવવાની વાત કરતા હોય પરંતુ જમ્મુ કાશ્મીરમાં ભાજપની જ સહયોગી પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સિંધુ જ કરારમાં કોઇ પણ જાતના ફેરફારનો વિરોધ કર્યો છે.
જમ્મુ કાશ્મીર#ઉરી આતંકી હુમલા બાદ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંધુ જળ કરારને લઇને કડક વલણ અપનાવવાની વાત કરતા હોય પરંતુ જમ્મુ કાશ્મીરમાં ભાજપની જ સહયોગી પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સિંધુ જ કરારમાં કોઇ પણ જાતના ફેરફારનો વિરોધ કર્યો છે.
પીડીપીના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસૈન બેગે કહ્યું કે, સિંધુ જળ સંધિમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાશે તો ભારતને જ નુકશાન થશે. આ પ્રકારના પગલાંથી પાણીનો પ્રવાહ પ્રભાવિત થઇ શકે છે અને એ માટે એક નવો બંધ બનાવવો પડશે. કાશ્મીર ઘાટી ડૂબી જવાની અને મોટા ઝીલમાં ફેરવાઇ જવાનો પણ ખતરો છે.
રદ કરવાની વાત હવાના ફુગ્ગા જેવી
અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સમાં આપેલા ઇન્ટરવ્યૂમાં બેગે કહ્યું કે, મને આશા છે કે, સિંધુ જળ સંધિ રદ કરવા કે એમાં ફેરફારની વાત માત્ર હવાના ફુગ્ગા જેવી છે. આ ઉરી આતંકી હુમલા બાદના ગુસ્સો દર્શાવે છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન માટે ઉપયોગી છે. આમ પણ ત્રણ નદીઓ પાકિસ્તાનમાં વહે છે અને ભારતમાં પણ. એવામાં જો સંધિ રદ કરવામાં આવે તો જેટલું નુકશાન પાકિસ્તાનને થશે એટલું જ ભારતને પણ થશે.
બેગે સ્પષ્ટ કર્યું કે સંધિ રદ કરવાથી ઘણા નુકશાન છે. જો આને રદ કરીને કાશ્મીરમાં નવો બંધ બનાવવામાં આવે તો એનાથી કાશ્મીરને ડૂબવાની અને ઝીલમાં ફેરવાઇ જવાનું જોખમ પણ છે. તેમજ અહીંના પર્યાવરણને પણ નુકશાન થઇ શકે છે.
સિંધુને રોકવી યુધ્ધ જેવું કામ
પાકિસ્તાને આ મુદ્દે કહ્યું કે ભારત 56 વર્ષ જુના સિંધુ જળ કરારને એકતરફી રીતે રદ ના કરી શકે, ભારત તરફથી પાકિસ્તાનના ભાગમાં આવતા પાણીને રોકવા માટે કોઇ પણ પ્રયાસ યુધ્ધને નોતરવા જેવું હશે.
વડાપ્રધાન નવાજ શરીફના વિદેશ મામલોના સલાહકાર સરતાજ અજીજે મંગળવારે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે, ભારત જો આ કરારનું ઉલ્લંઘન કરે છે તો પાકિસ્તાન ન્યાય માટે આંતર રાષ્ટ્રીય કોર્ટનો સહારો લેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર