Home /News /gujarat /

'બેગાની શાદી મે અબ્દુલ્લા દિવાના ' IRSની સફળતાનું પોટલું IAS અધિકારીઓ પડાવી ગયા

'બેગાની શાદી મે અબ્દુલ્લા દિવાના ' IRSની સફળતાનું પોટલું IAS અધિકારીઓ પડાવી ગયા

    સ્ટોરી- અભિષેક પાંડેય

    ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વાર્ષિક ઉજવણીના દિવસે IRS અધિકારીઓ દ્વારા વર્ષ દરમિયાન જે કામ કરવામાં આવ્યો હતો તેનો શ્રેય આઈએએસ અધિકારીઓ લેવા માંગતા હોવાને લઈને બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે ઘમાસાણ જામી છે. જોકે, આ લડાઈમાં આઈએએસ અધિકારીઓએ બાજી મારી હોય તેવું લાગી રહ્યું છે.

    ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વાર્ષિક ઉજવણી પહેલા ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) વર્સેસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ (IAS)અધિકારીઓ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાઇરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ની વાર્ષિક ઉજવણી પર રાજ્ય નાણાં મંત્રાલયના સચિવોઓએ કબ્જો જમાવી લીધો છે. હવે CBICના અધિકારીઓ ફક્ત ઇવેન્ટ મેનેજરની ભૂમિકા જ ભજવશે જ્યારે નાણા વિભાગના ત્રણ સચિવો પોતાના બોસને આર્થિક દિવસે પોલિટિકલ માઈલેજ આપી શાબાશી મેળવશે.

    ૩૦મી જૂને GSTને 1 વર્ષ પૂરું થઇ રહ્યું છે તે અવસર પર 1 જુલાઈએ GSTની વર્ષગાંઠ ઉજવવાની તૈયારી CBICએ કરી હતી પણ હવે આ ઉજવણીમાં IRS અધિકારીઓને ફક્ત ઇવેન્ટ મેનેજરના ભૂમિકા ભજવવા કામ સોપી દેવામાં આવ્યું છે. સૂત્રો મુજબ હવે આ ઇવેન્ટ પર રાજ્ય નાણાં મંત્રાલયના ત્રણ સચિવોએ કબ્જો કરી લીધો છે. GSTના વાર્ષિક ઉજવણીના ચેહરા હવે CBIC નહી રાજ્ય નાણાં મંત્રાલયના રહેશે. IRS અધિકારીઓએ ભલે આખું વર્ષ મેહનત કરીને GSTને પાટે ચડાવ્યું પણ તેમને મીડિયા સામે બાઈટ આપવા કે કોઈ પણ જાતના ફેક્ટ ફિગર રજૂ કરવાથી તેમને ઉજવણીના અવસરે વંચિત કરી દેવાયું છે. હવે GSTના વાર્ષિક ઉજવણી પર રાજ્ય નાણાં મંત્રાલયનો એક હથ્થુ અધિકાર રહેશે.

    ગૂડ્સ એન્ડ સર્વિસને એકવર્ષમાં સફળતાના શિખરે પહોંચાડવાના આ ચેહરા બનવાની લડાઈમાં રાજ્ય નાણાં મંત્રાલયની શક્તિથી IAS અધિકારીઓએ IRS અધિકારીઓને ઠેકાણે પાળવામાં સફળ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિવો આ અવસરને રાજ્ય નાણાં મંત્રાલયના સફળતા તરીકે પોતાના બૉસેસને માઈલેજ આપવા માંગે છે. સચિવોને કોઈ પણ ભોગે મંજૂર નથી કે GSTનું મૂલ્યાંકન કરવામાં આવે. GSTના નફા-નુકસાનનો વાર્ષિક મૂલ્યાંકન થાય. તેઓ GSTને કોઈ પણ ભોગે ફક્ત સફળતાનો તાજ બનાવવા માંગે છે અને તેનું આખું શ્રેય ફક્ત રાજ્ય નાણાં મંત્રાલયને આપવા માંગે છે.

    નાણાં મંત્રાલયના એક અધિકારી જણાવે છે, સચિવોને ડર હતો કે કદાચ આ ઉજવણી જો રાજનૈતિકની જગ્યાએ સંવૈધાનિક સંસ્થાકીય રૂપથી કરવામાં આવશે તો ભાષણની જગ્યાએ તથ્ય અને આંકડાઓની વાત થશે અને જો તથ્યો અને આંકડાઓ પર વાત થશે તો ગુલાબી સપનાઓની જગ્યાએ કડવી હકીકતનો સામનો પણ કરવા પડી શકે છે. આવી પરિસ્થિતિમાં રાજનૈતિક ફાયદો તો તેમના બૉસેસ ને મળશે નહિ સામે જવાબ આપવાની નોબત પણ આવી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: GST, આઇએએસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन