Home /News /gujarat /

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં હું હાજરી આપીશ: જિગ્નેશ મેવાણી

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં હું હાજરી આપીશ: જિગ્નેશ મેવાણી

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ

વિજયસિંહ પરમાર

વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન મામલે આગામી 25 ઓગષ્ટના રોજ આમરણાંત ઉપવાસમાં હાજરી આપશે.

આગામી 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રાંતિ રેલીના ત્રણ વર્ષ પુરા થવા જઇ રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ )કન્વીન હાર્દિક પટેલે આંદોલનની આગામી રણનિતી જાહેર કરી છે. હાર્દિક પટેલે તેમના ઓફિસિયલ ફેસબુક પર ફેસબુક લાઇવ દ્વારા જણાવ્યુ હતુ કે, તારીખ ૨૫ ઓગસ્ટએ પાટીદાર ક્રાંતિ દિવસ છે અને આ દિવસથી અમદાવાદ ખાતે પાટીદાર સમાજને અનામત આપવાની માંગ સાથે અન્નનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે. હાર્દિક પટેલની આ જાહેરાત સાથે ફરી વખત પાટીદાર અનામત આંદોલન વેગ પકડે તેવી શક્યતાઓ છે.

જિગ્નેશ મેવાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, હાર્દિક પટેલ જ્યારે આમરણાંત ઉપવાસ પર ઉતરશે ત્યારે પોતે ત્યાં હાજરી આપશે. “અનામત બાબતે અમારુ સ્ટેન્ડ ક્લિયર છે. હાલમાં દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોને જે અનામત મળે છે તેને કોઇ આંચ ન આવવી જોઇએ. આ સ્પષ્ટતા અમારી પહેલેથી જ રહી છે અને કાયમ રહેશે. હાલની અનામત વ્યવસ્થાને જાળવી રાખી એ સિવાય જે વૈકલ્પિક વ્યવસ્થામાં અનામત માગે એને અમારો ટેકો છે. એટલે હું હાર્દિક પટેલના આંદોલનમાં જઇશ અને ત્યાં જઇને પણ હું આ વાત મૂકીશ. સમાજની માગણીઓ માટે લડત લડવાનો સૌને અધિકાર છે”

હાર્દિક પટેલે તેમના ફેસબુક પેજ પર એમ પણ જણાવ્યુ હતુ કે, અનામત,બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલીઓ તેમની પ્રાથમિક લડાઈ છે. ગુજરાતની જનતાને સ્પર્શતા મુદ્દાઓને લઇને જે લડત હશે તેમા તેઓ પહેલા ઉભા રહેશે.

ફેસબુક લાઇવમાં હાર્દિકે જણાવ્યું હતું કે, ઘણા બધા દોસ્તોને મારે કહેવાનું છે. અનામત માટેની લડાઇ ચાલુ જ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાંઇ ન્હોતું ત્યારે તો આપણે લડ્યા. આપણે ભેદભાવો ભુલીને આગળ આવીને અનામત મુદ્દે લડવું પડશે. અનામતને ભડકાવનાર મુદ્દાઓ વિશે આપણે વિચારવું પડશે. તમે મારો વિરોધ કરો એનો વાંધો નથી પરંતુ તમે સલાહની જગ્યાએ સહયોગ આપો. તમે હાર્દિક પટેલ સામે વિરોધ કરો છો. હાર્દિક પાસેથી જવાબ માંગો છો. કેમ કોઇ રાજનેતાઓ પાસે જવાબ માંગતા નથી ? કેમ કોઇ મંત્રી પાસેથી જવાબ માંગતા નથી. ?”

vijaysinh.parmar@nw18.com
Published by:Vijaysinh Parmar
First published:

Tags: Jignesh Mevani, Paas, Patidar Reservation, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन