Home /News /gujarat /હું સમય આવશે ત્યારે વિજ્ઞાનજાથા સામે પણ આવીશઃ ઢબુડી મા

હું સમય આવશે ત્યારે વિજ્ઞાનજાથા સામે પણ આવીશઃ ઢબુડી મા

કહેવાતા ઢબુડી માતાની તસવીર

મારા સાનિધ્યમાં લાખો ભક્તો આવતા હોય છે ત્યારે એમા બહેનો હોય છે ત્યારે મર્યાદા રાખવી જોઇએ. લોકોને મેં મર્યાદા શીખવાડી છે.

  ન્યૂઝ18ગુજરાતી : આજે રાજ્યભરનાં લોકોમાં એક જ ચર્ચા છે કે 'ઢબુડી મા' શ્રદ્ધા છે કે અંઘશ્રદ્ધા. વિજ્ઞાન જાથાનું આ અંગે કહેવું છે કે ઢબુડી મા તરીકે ઓળખાતા ધનજી ઓડ અંધશ્રદ્ધામાં ગરીબ લોકોને છેતરે છે. વિજ્ઞાન જાથાએ આ પાંખડ સામે બાંયો ચઢાવી છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતી પણ આ પાંખંડીનો પર્દાફાશ કરી રહ્યું છે. અમારી ટીમ તેની અનેક હકીકતો બહાર લાવી રહ્યું છે. સાંજના સમયે ન્યૂઝ18ગુજરાતીની ટીમ આસ્થાના સ્થાને પહોંચી હતી જ્યારે ઢબુડી માતા મીડિયા સમક્ષ આવ્યા હતા.

  તેમણે ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ આસ્થાનો વિષય છે. આસ્થા હોય ત્યાં કામ થાય. લાખો ભક્તો મારામાં આસ્થા રાખીને આવે છે. થયેલા આક્ષેપો માટે દરેકનો સંતોષ કારક જવાબ આપીશ. વિજ્ઞાન જાથાના પડકારનો સામનો કેવી રીતે કરશો આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે વિજ્ઞાન જાથાનો સામનો કરીશ.

  આસ્થાન અને વિશ્વાસની કોઇ પરીક્ષા ન હોય. તેમના ઉપર થયેલા આક્ષેપો સામે તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે 1000 લોકો આવતા હોય અને તેમાંથી 700 લોકોના કામ થાય છે પરંતુ બાકીના 300 લોકોના કામ ન થાય ત્યારે આવા લોકો બહાર જઇને આવા આક્ષેપો કરે છે. પરંતુ આ લોકોમાં આસ્થા ઓછી હોય છે. ત્યારે તેમના કામ નથી થતાં. એટલે આવા લોકોએ ફરીથી મનમાં આસ્થા ઊભી કરે.  ચુંદડી ઓઢીને દર્શન કેમ આપવામાં આવે છે ત્યારે કહેવાતા ઢબુલી માતાએ જણાવ્યું હતું કે, મારા સાનિધ્યમાં લાખો ભક્તો આવતા હોય છે ત્યારે એમા બહેનો હોય છે ત્યારે મર્યાદા રાખવી જોઇએ. લોકોને મેં મર્યાદા શીખવાડી છે. અને મર્યાદા હોય ત્યાં બધું મળી શકે છે.

  આ પણ વાંચોઃ-'ઢબુડી મા' પૈસા નથી લેતો તો દિવસનાં અંતે ક્યાંથી ભેગા થાય છે હજારો રૂપિયા

  બોટાદના દીકરાના મોત અંગે પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે, એ તેમના વ્યક્તિગત કર્મોના કારણે થયું છે. તેમના માતાપિતાએ અમને કંઇ જણાવ્યું જ ન્હોતું.

  આ કહેવાતા માતાનો દાવો છે કે અમે કોઇનની પાસેથી પૈસા નથી લેતા. તેમ છતાં ત્યાં આવતા લોકો સ્વૈચ્છાએ રૂપિયા મુકીને જાય છે. આ ઉપરાંત ત્યાં આવનાર લાખો લોકોની રહેવા-જમવાની વ્યવસ્થાનો પણ ધંધો ચાલી રહ્યો છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયળ, ચુંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઉભા કરે છે. જેમાંથી પણ લાખોની કમાણી રોજ થાય છે.

  આ મામલે વિજ્ઞાન જાથા ઉપરાંત વિવિધ સંસ્થાઓ અંધશ્ર્ધ્ધા સામે અવાજ ઉપાડતા ઢબુડી માતા પોતાના કાર્યક્રમો પડતા મુકી રહી છે. આ મામલે લડાઈ શરૂ કરનાર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે કોઈ વ્યકિત ધાર્મિક પ્રવચન કરે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ પોતાને દેવીનું સ્વરૂપ કહેનાર ઘનજી ઓડ અંધ શ્ર્ધ્ધા ફેલાવી ગરીબ લોકોને છેતરી રહ્યા છે. જ્યારે સરલ મોરીએ જણાવ્યું કે આ પ્રકારના અંધ શ્ર્ધ્ધા ફેલાવતા કાર્યક્રમો થાય નહીં તે માટે અમે કલેટકર સહિત ડીએસપીને પણ લેખિતમાં જાણ કરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ahemdabad, Dhabudi Maa, Right, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन