Home /News /gujarat /

હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, સમાજ સાથે કોઈ દ્રોહ નથી કર્યો: હાર્દિક પટેલ

હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, સમાજ સાથે કોઈ દ્રોહ નથી કર્યો: હાર્દિક પટેલ

હાર્દિક પટેલની ફાઇલ તસવીર

ગઈકાલે લાલજી પટેલે હાર્દિક પટેલને પડકાર ફેંક્યો હતો કે જો હાર્દિકમાં તાકાત હોય તો હવે 5,000 પાટીદારો ભેગા કરી બતાડે

    મયુર માકડીયા, અમદાવાદ: ગઈકાલે યોજાયેલી કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં પાટીદાર આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હતો. હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો 5,000 પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા ક્રોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું, મેં સમાજ સાથે કોઈ દ્રોહ નથી કર્યો.

    બુધવારે હાર્દિક પટેલે જણાવ્યું, “હું કોંગ્રેસ પાર્ટીની વિચાર ધારા સાથે જોડાયેલો છું, પાટીદાર સમાજ સાથે મેં કોઈ દ્રોહ કર્યો નથી. જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે”

    આ પણ વાંચો: હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો પણ આ પ્રતિકનો કોઈએ હાથ ન પકડ્યો!

    ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો ત્યારબાદ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, અને નીતિન પટેલે પણ નિવેદનો આપ્યા હતા કે હાર્દિક પહેલાંથી જ કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો હતો અને તેણે પાટીદાર આંદોલનના માધ્યમથી રાજ્યમાં સામાજિક સરસતા ખોરવવાનું અને શાંતિ ડહોળવાનું કામ કર્યુ હતું.\

    આ પણ વાંચો: 'પાટીદાર સમાજના 13 યુવકો મર્યા તેનો કેસ હાર્દિક પર કરો એટલે તેને ભાન થાય'
    Published by:Jay Mishra
    First published:

    Tags: Lok sabha 2019, કોંગ્રેસ, પાટીદાર, લાલજી પટેલ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર