Home /News /gujarat /

હું લોકસભાની ચૂંટણી નહીં લડું : દિનશા પટેલની જાહેરાત

હું લોકસભાની ચૂંટણી નહીં લડું : દિનશા પટેલની જાહેરાત

દિનશા પટેલ (ફાઇલ તસવીર)

આ પ્રસંગે નિવેદન કરતા દિનશા પટેલે જણાવ્યું કે, "કોંગ્રેસના કાર્યક્રમને કારણે દેશના લોકો સરદાર સ્મારક વિશે જાણશે."

    ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાશે. આ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પહોંચી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા દિનશા પટેલે જાહેરાત કરી હતી કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. એટલું જ નહીં કોંગ્રેસ તરફથી જે પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને તેઓ મદદ કરશે.

    મોદી સરદાર સ્મારક આવ્યા નથી: દિનશા પટેલ

    આ પ્રસંગે નિવેદન કરતા દિનશા પટેલે જણાવ્યું કે, "કોંગ્રેસના કાર્યક્રમને કારણે દેશના લોકો સરદાર સ્મારક વિશે જાણશે. સામાન્ય રીતે કોઈ નેતા અહીં આવતા નથી. ગાંધી પરિવાર અહીં આવી રહ્યો છે તેનો આનંદ છે. સરદાર પટેલના નામે હંમેશા રાજનીતિ કરવામાં આવે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી પણ ક્યારેય અહીં આવ્યા નથી. રૂ. 30 કરોડના ખર્ચ સરદાર સ્મરક તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ અહીં ક્યારેય કોઈ મંત્રી પણ આવ્યા નથી."

    આ પણ વાંચો : હાર્દિક આજે કોંગ્રેસનો થશે : અનામત આંદોલનથી લઈને કોંગ્રેસ સુધીની સફર પર નજર

    હું ચૂંટણી નહીં લડું : દિનશા પટેલ

    આ પ્રસંગે દિનશા પટેલા જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું હતું તેઓ ચૂંટણી લડવાને બદલે કોંગ્રેસના ઉમેદવારનો મદદ કરશે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે CWCની બેઠક મળવાની હતી. પરંતુ ભારતની એર સ્ટ્રાઇક બાદ ઉભી થયેલી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બેઠક મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચો : હું અમિત શાહ અને PM મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીં: શક્તિસિંહ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Congress Working Committee, CWC, Election 2019, Lok sabha election 2019, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन