Home /News /gujarat /

અમદાવાદની મહિલાનો ચોંકાવનારો આક્ષેપ, 'બાયસેક્સ્યુઅલ પતિ હોટલોમાં લઈ જઈને ગુજારતો રેપ, મિત્ર સંબંધ બાંધતો વીડિયો બનાવતો'

અમદાવાદની મહિલાનો ચોંકાવનારો આક્ષેપ, 'બાયસેક્સ્યુઅલ પતિ હોટલોમાં લઈ જઈને ગુજારતો રેપ, મિત્ર સંબંધ બાંધતો વીડિયો બનાવતો'

ત્નીએ પતિ સામે હોટલોમાં હોસ્પિટલમાં બળાત્કાર, છેડતી કરી હોવાની અને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ કરી 

Ahmedabad news: પતિએ પત્ની સામે ચોરીની ફરિયાદ કરી, પત્નીએ પતિ સામે હોટલોમાં હોસ્પિટલમાં બળાત્કાર, છેડતી કરી હોવાની અને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ કરી 

અમદાવાદ: શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં આવેલી આંખની હોસ્પિટલમાંથી ચોરી થતા ડોકટરે તેની જ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. બન્યું હતું એવું કે, એક દિવસ પત્ની શંકાઓ રાખતી હોવાથી ડોકટર પતિ ને ઝગડો થતા તે ઘરેથી નીકળી ગયા અને બાદમાં બીજા દિવસે તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં અંદર જઈને જોતા અમુક વસ્તુઓ ગાયબ હતી. જેથી બીજી ચાવી સામેની દુકાન માં રાખતા હોવાથી ત્યાં પૂછતાં તેમની જ પત્ની આવી અને હોસ્પિટલ ખોલી અંદર ગઈ હોવાનું જણાવતા ડોકટર પતિને પત્ની પર શંકા જતા તેની સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે પત્નીએ પણ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ પોલીસમાં ઓળખાણ હોવાનું કહી અનેક હોટલોમાં અને તેની જ હોસ્પિટલમા લઈ જઈ તેના મિત્ર સાથે આવી બળાત્કાર ગુજારતો. મિત્ર તેના વીડિયો બનાવતો અને સબંધ બાંધવા દબાણ કરતો હતો. હોસ્પિટલમાં પણ ઓપરેશન થિયેટરમાં લઇ જઇ પતિ રેપ કરતો હતો અને સ્ટાફની અન્ય યુવતીઓ સાથે પત્નીની હાજરીમાં જ સંબંધ બાંધતો હતો. પતિ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી આ રીતે ત્રાસ આપતો માર મારતો અને બાળકને મારી નાખવા સહિતની ધમકીઓ આપતો હતો.

નવા નરોડામાં રહેતા 32 વર્ષીય ડોકટર પત્ની અને પુત્ર સાથે રહે છે. તેઓ પૂર્વ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે. ગત રવિવારના દિવસે તેઓ બપોરે હોસ્પિટલ બન્ધ કરી ઘરે ગયા હતા. ત્યારે તેઓને પત્ની શંકા રાખતી હોવાથી તે મામલે ઝગડો થયો હતો. પણ ઝગડો ન વધે એ માટે ડોકટર પતિ ઘરેથી નીકળી ગયા હતા. બીજા દિવસે પેશન્ટ ના કામથી સવારે હોસ્પિટલમાં ગયા હતા. હોસ્પિટલ ખોલીને જોયું તો અમુક વસ્તુઓ ગાયબ હતી. જોયું તો ડીવીઆર,  સ્ક્રીન, મશીન અને ચેકબુક ગાયબ હતા.

જેથી બીજી ચાવી સામેની દુકાનમાં રહેતી હોવાથી ત્યાં જઈને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ડોક્ટરની પત્ની આવ્યા હતા. અને બીજી ચાવી લઈને તેઓ અંદર ગયા હતા. જેથી ડોકટર પતિને પત્ની પર જ શંકા જતા 3.20 લાખની વસ્તુઓ ચોરી થવા મામલે તેઓએ પત્ની સામે જ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - AMC સામે ડોકટર્સનું શક્તિ પ્રદર્શન: BU વિનાની 500થી વધુ હોસ્પિટલને બંધ થતી અટકાવવાની કવાયત

જ્યારે યુવતીએ તેના પતિ મિત્ર સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના પહેલા એક લગ્ન થયા હતા અને બાદમાં બીજા લગ્ન આ ડોકટર સાથે થયા હતા. તેનો હાલનો પતિ તેના મિત્ર સાથે આ યુવતીને એક વર્ષમાં અલગ અલગ 10 હોટલોમાં લઈ જઈ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી બળાત્કાર ગુજારતો અને તેના અનેક પુરુષો સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જણાવતો હતો. પતિનો મિત્ર શારીરિક સબંધના વિડીયો બનાવતા તે ડીલીટ કરવા કહેતા તેને ધમકી આપતો હતો. અને સાસરિયાઓ પણ દહેજ માટે ત્રાસ આપતા હતા.

આ પણ વાંચો - સાબરમતી જેલમાં પણ બાહુબલી અતિક અહેમદને છે ઘી-કેળા? હોળીની ઉજવણીની તસ્વીરો થઈ વાયરલ

યુવતીના પતિએ જબરદસ્તી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો અને પહેલા પતિથી થયેલા દીકરાને મારી નાખવાની કિડનેપિંગ કરાવવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં તેને હોસ્પિટલમાં લઈ જઈ ઓટીનું, કચરા પોતું જેવા કામ કરાવતો અને પત્ની સામે જ સ્ટાફની અન્ય યુવતીઓ સાથે શારિરિક સબન્ધ બાંધતો હતો. આટલું જ નહીં હોસ્પિટલમાં પણ યુવતી સાથે તેના પતિએ શારીરિક સંબંધ બાંધી તે વિડીયો સીસીટીવી ફૂટેજ મોબાઈલમાં લઈ લીધા હતા. તે ડીલીટ કરવાનું કહે તો તેને માર મારવામાં આવતો હતો. અગાઉ પણ યુવતીએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી પણ પોલીસમાં ઓળખાણ હોવાનો રોફ જમાવી આ જ ત્રાસ યથાવત રાખતા ફરી એક વાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Pati patni aur woh, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર