Home /News /gujarat /

હેવાનીયતની હદ! પતિએ પત્નીના ગુપ્તાંગમાં કર્યા ડિસમિસથી ઘા, ગળુ દબાવી મારવાનો પણ કર્યો પ્રયાસ

હેવાનીયતની હદ! પતિએ પત્નીના ગુપ્તાંગમાં કર્યા ડિસમિસથી ઘા, ગળુ દબાવી મારવાનો પણ કર્યો પ્રયાસ

આરોપી પતિ

Ahmedabad News: પતિ સ્પાના વેપાર સાથે જોડાયા હોવાથી અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ (husband wife) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યા છે કે, પતિએ ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસના ઘા માર્યા હતા. તેટલામાં ઓછું હોય તેમ પત્નીનું ગળું દબાવી હત્યાનો (husband try to kill wife) પ્રયાસ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે (Bopal police) ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.

પતિના અન્ય યુવતીઓ  સાથે પ્રેમ સંબંધ

બોપલ પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ લોકેન્દ્ર ભંડારી છે. જે અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલો છે. લોકેન્દ્ર વિરુદ્ધ તેની જ પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા. તેનો વિરોધ નોંધાવતા પત્નીને ખુરશી સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ ગુપ્ત ભાગે ઇજા પણ પહોંચાડી હતી. પરણિતા જ્યારે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

પતિ પત્નીને અન્ય સ્ત્રીના ફોટો મોકલતો હતો

ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, 16 વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા. પરંતુ સ્પાના વ્યવસાયમાં જોડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી. હદ તો ત્યારે થઇ કે, જ્યારે પતિ એ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે. જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો. જોકે, હવે આરોપી પોલીસની ગીરફ્તમા પોતાની પત્ની પર આક્ષેપ કરી રહ્યો છે. જોકે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : પત્નીને અન્ય યુવક સાથે વાત કરતા પતિ જોઇ ગયો, પત્નીને એવો માર માર્યો કે થયું મોત

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ, હત્યાનો પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદીના મેડીકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. સાથે જ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે, કે ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, પતિ-પત્ની

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन