વડોદરા : પતિએ દહેજની માંગણી કરી પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા

News18 Gujarati
Updated: August 12, 2019, 10:45 AM IST
વડોદરા : પતિએ દહેજની માંગણી કરી પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા
પ્રતિકાત્મક તસવીર

સાસુના લંડનની વ્યક્તિ સાથેના સંબંધ છે એવી કોઈને જાણ કરી તો ગરમ તેલ નાખવાની પણ ધમકી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં પતિ-પત્નીના ઝઘડાઓમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. દરમિયાન વડોદરા પોલીસમાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ દહેજની માંગણીએ સિગારેટના ડામ આપ્યા હોવાની તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ કરી છે. મુંબઈના બોરીવલીની એક યુવતી વડોદરાના બકરાવાડીમાં રહેતા એક યુવકને પરણી હતી. યુવકે લગ્ન કર્યાના 6 મહિનામાં સાસરિયાઓ સાથે મળી ત્રાસ ગુજાર્યો હતો. દહેજની માંગણીએ પત્નીને લગ્નના 6 મહિનામાંજ કાઢી મૂકી હતી. દરમિયાન પત્નીએ પતિ સામે અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે મુંબઇ બોરીવલીની યુવતીએ વડોદરા બકરાવાડી પાસે રહેતા યુવક સાથે લગ્ન કર્યાના 6 મહિનામાં જ સાસરિયાએ ત્રાસ ગુજાર્યો હતો. પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તે શુક્રવારે માતા-પિતાને લઇ પરત આવતાં પતિએ પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા હતાં, સાસુના લંડનના વ્યક્તિ સાથેના સંબંધને કોઇને જાણ કરીશ તો ગરમ તેલ નાખવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચો :   દિલ્હી એઇમ્સના ડૉ.નો વડોદરાની પત્ની પર ત્રાસ કહ્યું, 'વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ, શારીરિક સંબંધમાં મજા નહીં આવે'

મુંબઇના યુવતીના લગ્ન ગત 11 ફેબ્રુઆરીએ બકરાવાડી પાસે વિજય સોસાયટીના મિતુલ સાથે થયા હતાં. લગ્નમાં પિતાએ 25 લાખ અને દાગીના કરિયાવરમાં આપ્યા હતાં. લગ્ન બાદ હોળીના તહેવારમાં પણ રૂા. 5 લાખ આપ્યા હતાં. તહેવાર બાદ પરીણિતાએ પિયરમાં જવાનું કહેતા પતિએ કાર ખરીદવા રૂપિયા લઇને આવજે નહીં તો ઘરમાં પ્રવેશવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. 2 મહિના પહેલા ડભોઇ સ્થિત ફાર્મહાઉસમાં સાસરિયાએ પાર્ટી રાખતા પતિના મિત્ર આશિષે તેને હાથ લગાવવાની કોશિશ કરી હતી. તેણીએ પ્રતિકાર કરતાં પતિએ લાફો માર્યો હતો.ત્યારબાદ તે વાસણા ખાતે રહેતી બહેનના ઘરે આવ્યા બાદ પતિ પરત લઇ ગયો હતો.

આ પણ વાંચો :  5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં, ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો

આ સમગ્ર ઘટના બાદ પરીણિતા સાસરિયે જતી રહી હતી. દરમિયાન તેનો પતિ મિતુલ તેને પરત વડોદરા લઈ આવ્યો હતો. વડોદરાથી પરત લઈ આવ્યા બાદ તેણી પોલીસ ફરિયાદ કરી હતી કે પતિ મિતુલે તેણીને સિગારેટના ડામ આપ્યા હતા.
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर