અમદાવાદ: આપણે સ્ત્રીસશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ શું તે આપણાં લોકોની પરિવારની મહિલાઓ પર પણ લાગુ પાડીએ છીએ? રાજ્યમાં અવારનવાર મહિલા, બાળકીઓ, કિશોરીઓ પર અનેક અત્યાચારનાં સમાચાર સામે આવે છે. અમદાવાદમાં પણ પતિએ પત્નીને લગ્નનાં એક જ વર્ષમાં ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં જુહાપુરામાં રહેતી 36 વયની મહિલાના લગ્ન એક વર્ષ પહેલા વેજલપુર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. પરિણીતાને તેના પતિએ ઘરની બહાર ન જવા દબાણ કર્યું.
આ મહિલા ભાગીદારીમાં ઘંઘો કરતી હતી. તે ઘંઘો પણ પતિએ બંધ કરાવી દીધો અને ભાગીદારોને પણ છૂટા કરાવી દીધાં. જેનાથી મહિલાને 3 લાખ રૂપિયા મળ્યાં હતાં. આ પૈસા પણ તેણે લઇ લીધા અને હવે તે પરત આપવાની પણ ના પાડે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર