Home /News /gujarat /

વડોદરા: પ્રેમીએ કહ્યુ કે, મુઝે તુમ્હારે સાથ નાહના હૈ તો પત્નીએ મોકલ્યો ન્યૂડ વીડિયો, પતિએ કરી ફરિયાદ

વડોદરા: પ્રેમીએ કહ્યુ કે, મુઝે તુમ્હારે સાથ નાહના હૈ તો પત્નીએ મોકલ્યો ન્યૂડ વીડિયો, પતિએ કરી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

Pati Patni aur Woh: પતિએ આક્ષેપ કર્યો છે કે, મારા ઘરમાં મૂકેલા કેમેરાનું કનેક્શન મારા મોબાઇલમાં કનેક્ટ કર્યું છે.જેમાં મારી પત્ની કલાકો સુધી કોઇની સાથે વાતો કરતી દેખાય છે.

    વડોદરા: શહેરમાં (Vadodara News) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પથારીવશ પુરુષને પ્રેમલગ્નના 30 વર્ષ બાદ પસ્તાવો થઇ રહ્યો છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપો કરીને પોલીસની મદદ માંગી છે. 57 વર્ષના પુરુષે કારેલીબાગ પોલીસમાં મહિલા સામે ગુનો નોંધાવ્યો છે.

    પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, હું પથારીવશ થયો છું અને મારી પત્નીનું વર્તન છેલ્લા દસ મહિનાથી સાવ બદલાઇ ગયું છે. મારી પત્ની સતત સોશિયલ મીડિયામાં કોઇની સાથે વાતો કરતી હતી. મેં આ અંગે પૂછ્યું ત્યારે , તેણે કહ્યું કે, હું મારા ફ્રેન્ડ સાથે વાત કરું છું. મારા ઘરમાં કેમેરા પણ મૂક્યા છે. દોઢ મહિના પહેલાં મારા પુત્રએ મારી પત્નીનો મોબાઇલ ચેક કરતાં મારી પત્નીએ અજાણ્યા પુરુષને બાથરુમમાંથી ન્યૂડ વીડિયો મોકલ્યો હતો. જેથી મારા પુત્રએ તેની સાથે ઝઘડો થયો હતો. જે બાદ પત્નીએ તેનું લેપટોપ તોડી નાંખ્યું હતું. જે બાદ અમારી વાતમાં વચ્ચે પડીશ નહીં તેમ કહી ધમકી આપી હતી.

    આ પણ  વાંચો - Gujarat heat wave forecast: સાવધાન! હોળી પહેલા જ ગુજરાતમાં હિટવેવની આગાહી, રવિ-સોમ છે ઓરેન્જ એલર્ટ

    પુરુષે કહ્યું કે, 30 વર્ષ પહેલાં લવમેરેજ કર્યું ત્યારે મારી પત્નીના એક સબંધીએ તેના વિશે મને ચેતવ્યો હતો. પરંતુ મેં તેમનું માન્યું નહતું.આજે હું પસ્તાઇ રહ્યો છું. મારી પત્ની મને મરી જા..તેમ કહી માર મારે છે. તેણે ખંજવાળવાની પટ્ટી તેમજ મોબાઇલનું સ્ટેન્ડ મારતાં મને ઇજા થઇ હતી. કારેલીબાગ વિસ્તારમાં રહેતા પતિએ તેની પત્નીના કરતૂતો અંગે પુરાવા પણ રજૂ કર્યા છે. પતિએ આક્ષેપ કર્યો છે કે, મારા ઘરમાં મૂકેલા કેમેરાનું કનેક્શન મારા મોબાઇલમાં કનેક્ટ કર્યું છે.જેમાં મારી પત્ની કલાકો સુધી કોઇની સાથે વાત કરતી દેખાય છે. અને  મોબાઇલ પર ચેટ કરતી જોવા મળી છે.

    આ પણ વાંચો -  Pati, Patni aur woh: અમદાવાદઃ માઉન્ટ આબુ ફરીને આવ્યો પતિ, ફોનમાં નીળક્યા અન્ય યુવતીના ફોટો, પછી થઈ જોવા જેવી

    જેથી મારા પુત્રએ એક વાર તેનું એકાઉન્ટ ચેક કર્યું હતું. આ વખતે અજાણ્યા પુરુષે મારી પત્નીને કહ્યું હતું કે, મુઝે તુમ્હારે સાથ નાહના હૈ. જેથી મારી પત્નીએ બાથરૂમમાં જઇ ન્યૂડ વીડિયો બનાવી તેને મોકલ્યો હતો. જે બાદ મેં પત્નીને સમજાવ્યું કે, આવું કરીશ તો તે તને બ્લેકમેઇલ કરી શકે છે. તો તેણે મારી પર હુમલો પણ કર્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Husband and Wife, ગુજરાત, વડોદરા સમાચાર

    આગામી સમાચાર