અમદાવાદ: દિયર જેઠના ભાભી સાથે આડા સબંધના અનેક કિસ્સા સામે આવ્યા છે. પણ પૂર્વ વિસ્તારમાં (Ahmedabad news) એવી ઘટના સામે આવી કે, જેમાં ભાઈના મૃત્યુ બાદ ભાઈએ જ ભાભી (husband brother wants to marry bhabhi sister in law) સાથે નિકાહ કરવાની જીદ પકડી હતી. ભાભી ને અવાર નવાર નિકાહ કરવા દબાણ કરીને દિયર ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, ભાભીએ મનાઈ કરતા આવેશમાં આવેલા દિયરે છરી (threaten and attack) મારી દઈ ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોમતીપુરમાં 40 વર્ષીય વિધવા મહિલા સાસુ બાળક અને દિયર સાથે રહે છે. દોઢેક વર્ષ પહેલા મહિલાના પતિનું મૃત્યુ બીમારીના કારણે થયું હતું. ત્યારબાદથી તે દિયર સાથે રહેતી હતી. સાથે રહેતા દિયર આ ભાભીની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ બાબતે તેને દબાણ કરી ત્રાસ આપતો હતો. મહિલાના નણંદના દીકરાએ થોડા દિવસ પહેલા આવી જણાવ્યું કે, મામા તેને કરિયાણાની દુકાન પાસે ઉભા રહી ગાળો બોલે છે. જેથી મહિલાએ આ બાબતને લઈને વાત કરતા આરોપી દિયરએ જણાવ્યું કે, તારી સાથે ઘણાં દિવસથી નિકાહ કરવા કહું છું. ત્યારે મહિલાએ કહ્યું કે, હું નિકાહ કરવા માંગતી નથી તેમ કહી આરોપી દિયરે બબાલ કરી હતી.
જેથી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ માટે જતી હતી. ત્યારે આરોપી દિયર ચપ્પુ લઈ બબાલ કરવા લાગ્યો હતો. અને બાદમાં આવેશમાં આવીને મહિલાને ચપ્પાના ઘા મારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં પોલીસને જાણ કરાતા ગોમતીપુર પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપી દિયર સામે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, હાલ મહિલાની સારવાર બાદ તબિયત સુધારા પર છે અને આરોપીને પકડવાની તજવીજ શરૂ કરાઇ છે. ત્યારે આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તે બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર