અમદાવાદ પોલીસે ધરપકડ કરેલી એક મહિલાએ 50 મહિલાઓને મહારાષ્ટ્રમાં વેંચી હોવાની ચોંકવનારી વિગતો આવી છે. આ ઘટનાના પગલે અમદાવાદ પોલીસને માનવ તસ્કરીના કૌભાંડને પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ શહેર પોલીસના ઝોન 6એ એક ઓપરેશનમાં માયા નામની મહિલાની ધરપકડ કરી છે.
પોલીસ હાલમાં માયાની પૂછપરછ કરી રહી છે. માયાની ધરપકડ બાદ ખુલાસો થયો છે કે આ કૌભાંડ અંતર્ગત 50 જેટલી છોકરીઓને મહારાષ્ટ્રમાં વેંચી હતી. પોલીસને શંકા છે કે વર્ષ 2014માં કાગદાપીઠમાંથી ગુમ થયેલી બાળકીને પણ માયાએ જ વેચી હશે. હાલમાં પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસની કાર્યવાહી સમાપ્ત થયા બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.