જો તમારા વાહનોમાં હાઇ સિક્યોરીટી નંબર પ્લેટ નહીં હોય તો દંડ ભરવા તૈયાર થઇ જજો. કારણકે આવતીકાલથી ટ્રાફિક પોલીસ બની જવાની છે સજ્જ. સરકાર દ્વારા વાહનની સલામતી અને સુરક્ષા માટે હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની ફરજીયાત કરી છે. જો કે લાખોની સંખ્યામાં વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાના કારણે સમયમર્યાદા લંબાવાય હતી, અને આવતીકાલે સમયમર્યાદા પૂર્ણ થશે.
જોકે, હજુ પણ જુના વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની છે. ત્યારે સરકાર ફરી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે સમયમર્યાદા વધારે છે કે, નહી તે જોવુ રહેશે. નહી તો 16 ફેબ્રુઆરીથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા નિયમનુ પાલન કરાવવા લાલ આંખ કરશે.
જો કે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ટ્રાફિક નિયમનુ પાલન ન કરનારા વાહનો ડિઈટેન કરવાની કાર્યવાહી હાથ ધરી છે, અને હજારોની સંખ્યામાં વાહનો ડિટેઈન કર્યા છે, અને આરટીઓમાં વાહન માલિકોની લાંબી કતારો લાગી છે. પરંતુ આરટીઓ પાસે મેઈનપાવર ન હોવાના કારણે લોકોને તારીખ આપવામાં આવી રહી છે. વાહન માલિકો દંડ ભરવા આરટીઓએ જશે કે પછી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવી લેશે તે જોવુ રહેશે.
અમદાવાદ એ.આર.ટી.ઓ, એસ. એ. મોજણીદારે જણાવ્યું કે, એજન્સીને કામ આપેલ છે, વધારેમાં વધારે કામ કરી રહી છે. લગભગ 8 વાગ્યા સુધી બેસે છે. અરજદારોના ડોક્યુમેન્ટ એડવાન્સમાં લઈ કામગીરી કરી રહ્યા છે. 15 ફેબ્રુઆરી સુધીમાં જે થશે તે કરીશુ, અને સરકારમાંથી જે આદેશ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરીશુ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર