Home /News /gujarat /

વાહનોમાં HSRP મામલો, ડિલરો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ

વાહનોમાં HSRP મામલો, ડિલરો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ

રાજ્ય સરકારે નક્કી કરેલા દર કરતાં ડીલર્સ દ્વારા અનેકગણાં ભાવ વાહન માલિકો પાસેથી વસુલીને ઉઘાડી લૂંટ ચલાવવા આવે છે...

રાજ્ય સરકારે નક્કી કરેલા દર કરતાં ડીલર્સ દ્વારા અનેકગણાં ભાવ વાહન માલિકો પાસેથી વસુલીને ઉઘાડી લૂંટ ચલાવવા આવે છે...

  તમામ વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ એટલે કે એચએસઆરપી લગાડવા માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. આ મુદ્દા પર હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવેલી છે. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત છે કે, વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાડવા માટેનુ કામ એક એજન્સીને આપેલુ છે.

  જો કે, એક જ એજન્સી પાસે કામ હોવાથી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાડવામાં વિલંબ થાય છે, એટલે આરટીઓ દ્વારા આ કામ ડિલરોને સોંપવામાં આવ્યુ છે. જો કે, ડિલર્સ દ્વારા એચએસઆરપી સાથે છેડછાડ થાય છે, તેમની નંબર પ્લેટ ટકાઉ નથી અને આ નંબર પ્લેટ લગાડવા માટે રાજ્ય સરકારે નક્કી કરેલા દર કરતાં ડીલર્સ દ્વારા અનેકગણાં ભાવ વાહન માલિકો પાસેથી વસુલીને ઉઘાડી લૂંટ ચલાવવા આવે છે.

  જેના લીધે, હાઈસિક્યુરિટી નંબર પ્લેટની મહત્તા ઘટી જાય છે. જ્યારે એજન્સી દ્વારા લગાડવામાં આવતી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ ટકાઉ છે અને તે તૂટતી નથી. સુનાવણી બાદ, હાઈકોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે, આ મુદ્દે એક દસ્તાવેજ ગુજરાતીમાં છે, તેનુ અંગ્રેજીમાં ભાષાંતર કરીને રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી, 12 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Highcourt, HSRP, Number plate, અમદાવાદ, આરટીઓ`, ગાડી

  આગામી સમાચાર