Home /News /gujarat /

DIGI LOCKER એપમાં કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરશો?

DIGI LOCKER એપમાં કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરશો?

પ્રતિકાત્મકતસવીર

આધાર અને બીજા ડોક્યુમેન્ટમાં નામ અલગ અલગ હશે તો ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. તેમજ જો 2010 પહેલાનો લાઇસન્સ કે પછી વાહનના ડોક્યુમેન્ટ હશે તો પણ થશે નહીં.

    વિભુ પટેલ, અમદાવાદઃ અત્યારે ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરીને તેનો કડક રીતે અમલ કરાવવા માટે તંત્ર કટીબદ્ધ છે. સાથે સાથે સરકાર દ્વારા આરટીઓને લગતા દસ્તાવેજોને સાથે ન રાખવા પડે તે હેતું DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપ લોન્ચ કરી છે. જેમાં વાહન ચાલકો પોતાના આરટીઓને લગતા દસ્તાવેજો અપલોડ કરી શકે છે. પરંતુ આ એપને લઇને કેટલીક ફરિયાદો પણ ઉઠવા પામી છે. ત્યારે આ એપમાં ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ થાય એ અંગે માહિતી આપીશું.

    જો તમારી પાસે 2010ની પહેલાનું લાઇસન્સ હશે અને તમારે DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપમાં ડોક્યુમેન્ટ રાખવા હશે તો પણ તમારે આરટીઓ કચેરી ખાતે બેકલોક કરાવવા માટે લાઈનમા ઊભા રહેવું પડશે. કારણ કે 2010 પહેલાનો ડેટા આરટીઓ પાસે નથી. જેના કારણે DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપમા લોકોના ડોક્યુમેન્ટ અપલોડ થઇ શકતા નથી.

    નવા નિયમોને લઈ લોકોનો પરેશાન થય રહ્યા છે. અને વાહનની સાથે પોતાના ડોક્યુમેન્ટ રાખવા મુશ્કેલ બની રહ્યું હતું. જેને લઈ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વાહન ચાલકો પોતાના ડોક્યુમેન્ટ DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપમાં પોતાના લાઇસન્સ, પીયુસી, (PUC), આરસી બુક (RC Book) અપલોડ કરી સાથે રાખી શકશે. અને ચેકિંગ દરમિયાન બતાવી શકાશે.

    પરંતુ DIGI LOCKER અથવા તો M PARIVAHANમાં ડોક્યુમેન્ટ અપલોડ ન થવાની લોકોને મુશ્કેલીએ પડી રહી છે. અરજદાર બી.બી. શેઠ જણાવ્યુ હતુ કે આરસી બુક અને લાઇસન્સ અપલોડ થઈ ગયું.પરંતુ ચાર ગાડી છે જેના ડોક્યુમેન્ટ સોફ્ટવેરમાં બતાવવતા જ નથી.

    આ પણ વાંચોઃ-લ્યો! હવે આવી ગયા હેલમેટ ગરબા, અમદાવાદી ખેલૈયાઓ હેલમેટ પહેરી રમશે ગરબા

    ત્યારે ન્યૂઝ18 ગુજરાતીએ (News18Gujarati)આરટીઓ (RTO) એસ.પી.મુનિયા સાથે વાત કરી હતી.અને એસ.પી.મુનિયાએ જણાવ્યુ હતુ કે DIGI LOCKER અથવા તો M PARIVAHAN બંને એપમાં તમામ ડોક્યુમેન્ટ આધાર સાથે લિંક કરવાના છે. અને આધારમા નામ હશે તે જ નામ બીજા ડોક્યુમેન્ટમાં હોવું જોઈએ.

    આધાર અને બીજા ડોક્યુમેન્ટમાં નામ અલગ અલગ હશે તો ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. તેમજ જો 2010 પહેલાનો લાઇસન્સ કે પછી વાહનના ડોક્યુમેન્ટ હશે તો પણ થશે નહીં. કારણ કે પહેલા બેક લોક કરાવવું પડશે. જો તમામ ડોક્યુમેન્ટમાં નામ એક જ હશે.અને આરટીઓના સોફ્ટવેરમાં ડેટા હશે તો જ DIGI LOCKER અથવા તો M PARIVAHAN ડેટા અપલોડ કરી શકશો.
    Published by:ankit patel
    First published:

    Tags: Documents, PUC, RC Book, અપલોડ, અમદાવાદ, આરટીઓ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन