Home /News /gujarat /

હું IPS છું, મારું આઇકાર્ડ કેવી રીતે માંગી શકો? : નકલી IPS મહિલાની ધરપકડ

હું IPS છું, મારું આઇકાર્ડ કેવી રીતે માંગી શકો? : નકલી IPS મહિલાની ધરપકડ

ફાઇલ તસવીર

માધુપુરા પોલીસને કહ્યું કે હું 2002ની બેચની આઇપીએસ અધિકારી છું અને રાજકોટથી અમદાવાદ બદલી થઇ છે.

    હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં કોઇ પણ અજાણી વ્યક્તિ આવે કે તે લોકોએ પહેલા એન્ટ્રી ગેટ અને બાદમાં સીપી ઓફિસના કંટ્રોલરૂમની બહાર એક એન્ટ્રી કરવાનો નિયમ છે. પોતાનું નામ, ક્યાંથી આવો છો, કોને મળવાનું, કયા કારણથી મળવાનું જેવી વિગતો ભરવાની રહે છે. તેમ છતાં શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એક મહિલા ઘૂસી ગઇ અને પોતાને આઇપીએસ ગણાવી પોલીસ કર્મચારીઓને દમ માર્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે વિગત એવી છે કે ગુરૂવારે શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એક મહિલા આવી હતી. તે અન્ય પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરતી હતી. ત્યારે પોલીસકર્મીઓએ પૂછ્યું કે તમે કોણ છો તો તેણે પોતે આઇપીએસ હોવાનું જણાવ્યું હતું. પહેલ તો પોલીસ કર્મીઓ દંગ રહી ગયા કે ક્યાં અધિકારી સાથે પંગો લીધો. પણ વધુ માથાકૂટ થતાં આ મહિલા પર શંકા ગઇ હતી. જેથી માધુપુરા પોલીસને જાણ કરી હતી.

    માધુપુરા પોલીસ કંટ્રોરૂમમાં પહોંચી ત્યારે આ મહિલા હાજર હતી. તેનું નામ અને આઇપીએસ હોવાનું આઇકાર્ડ માંગતા તે ગિન્નાઇ હતી. અને માધુપુરા પોલીસને કહ્યું કે હું 2002ની બેચની આઇપીએસ અધિકારી છું અને રાજકોટથી અમદાવાદ બદલી થઇ છે. આઇપીએસ અધિકારી સાથે તમે આઇકાર્ડ માંગી જ કેવી રીતે શકો, તમને એવી કોઇ સત્તા નથી.

    આ પણ વાંચોઃ-સ્વાઇન ફ્લૂથી મોતની સંખ્યા પાડોશી રાજ્યો કરતા ગુજરાતમાં ઘણી ઓછીઃ HCમાં સરકારનું સોગંદનામું

    જો કે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ તેઓ પણ વચ્ચે પડ્યા અને આખરે આ મહિલા મિનાક્ષી પટેલ કોઇ આઇપીએસ ન હોવાનું સામે આવતા માધુપુરા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

    કડક સુરક્ષા વચ્ચે કેવી રીતે ઘૂસી મહિલા

    પોલીસ કમિશનર કચેરીમાં કોઇ અધિકારીને રજૂઆત કરવા માટે જવું હોય તો અરજદારોને સાત કોઠા વિંધીને જવું પડે તેવી સિસ્ટમ ગોઠવી છે. અનેક લોકો તો સવાલો પૂછે ત્યારબાદ અધિકારીને કલાકો વિતી ગયા બાદ મળવા દેવાય છે. ત્યારે આ નકલી આઇપીએસ મહિલા કંટ્રોલરૂમમાં કેવી રીતે પહોંચી તે પણ સવાલ છે. જો એન્ટ્રી આપવામાં કોઇની બેદરકારી હશે તો તે લોકો સામે પગલાં લેવાશે કે કેમ તે પણ સવાલ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahemdabad, ગુજરાત

    આગામી સમાચાર