Home /News /gujarat /

ડાન્સર બનવા ઇચ્છતો હતો, પરંતુ મૌલાનાએ આતંકી બનાવી દીધો

ડાન્સર બનવા ઇચ્છતો હતો, પરંતુ મૌલાનાએ આતંકી બનાવી દીધો

#જો ભાગ્યએ કરવટ લીધા ના હોત તો ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકી સાજીદ આજે એક ડાન્સર હોત. પરંતુ મૌલાનાના સંપર્કમાં આવતાં તેને આતંકી પ્રવૃત્તિઓ જોતરી દીધો હતો. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાના ષડયંત્રનો નિષ્ફળ બનાવતાં દિલ્હી પોલીસે જે 13 શકમંદ આતંકીઓની ધરપકડ કરી છે. સાજીદ એ પૈકીનો એક છે. આ તમામ શખ્સો ગાજીયાબાદના હિડન એરબેસ પર હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. સાજીદે પોલીસ પુછપરછમાં પોતાની કથની વર્ણવી સૌ કોઇને વિચારતા કરી મુક્યા છે. આ કહાની એવી છે કે જે કદાચ બધા જ આતંકીઓને સ્પર્શતી હશે.

#જો ભાગ્યએ કરવટ લીધા ના હોત તો ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકી સાજીદ આજે એક ડાન્સર હોત. પરંતુ મૌલાનાના સંપર્કમાં આવતાં તેને આતંકી પ્રવૃત્તિઓ જોતરી દીધો હતો. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાના ષડયંત્રનો નિષ્ફળ બનાવતાં દિલ્હી પોલીસે જે 13 શકમંદ આતંકીઓની ધરપકડ કરી છે. સાજીદ એ પૈકીનો એક છે. આ તમામ શખ્સો ગાજીયાબાદના હિડન એરબેસ પર હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. સાજીદે પોલીસ પુછપરછમાં પોતાની કથની વર્ણવી સૌ કોઇને વિચારતા કરી મુક્યા છે. આ કહાની એવી છે કે જે કદાચ બધા જ આતંકીઓને સ્પર્શતી હશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જો ભાગ્યએ કરવટ લીધા ના હોત તો ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકી સાજીદ આજે એક ડાન્સર હોત. પરંતુ મૌલાનાના સંપર્કમાં આવતાં તેને આતંકી પ્રવૃત્તિઓ જોતરી દીધો હતો. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાના ષડયંત્રનો નિષ્ફળ બનાવતાં દિલ્હી પોલીસે જે 13 શકમંદ આતંકીઓની ધરપકડ કરી છે. સાજીદ એ પૈકીનો એક છે. આ તમામ શખ્સો ગાજીયાબાદના હિડન એરબેસ પર હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. સાજીદે પોલીસ પુછપરછમાં પોતાની કથની વર્ણવી સૌ કોઇને વિચારતા કરી મુક્યા છે. આ કહાની એવી છે કે જે કદાચ બધા જ આતંકીઓને સ્પર્શતી હશે.

મોહમ્મદ સાજીદે કહ્યું કે, તેણે એક ડાન્સ રિયાલીટી શોમાં ઓડિશન પણ આપ્યું હતું. એને આશા હતી કે એની પસંદગી કરાશે પરંતુ એક દિવસ તે પાર્કમાં ડાન્સ પ્રેક્ટિશ કરી રહ્યો હતો ત્યારે એક મૌલાના એની પાસે આવ્યા હતા. આ મૌલાનાએ મ્યુઝિક બંધ કરી દીધું અને સાજીદને કહ્યું કે, આ ડાન્સ અને મ્યુઝિક તને દોજખ(નરક)માં લઇ જશે. તારી જીંદગીનો સાચું લક્ષ્ય જન્નત(સ્વર્ગ)માં જવાનું હોવું જોઇએ.

મૌલાનાએ એ એને કેટલીક વેબસાઇટના નામ બતાવ્યા, જે એને રોજ સર્ચ કરવા લાગ્યો. હવે એને વધુ સમય ડાન્સ પ્રેક્ટિશમાં નહીં પરંતુ સાયબર કાફેમાં પસાર થવા લાગ્યો. મૌલાનાએ જે વેબસાઇટ્સના નામ સાજીદને બતાવ્યા હતા એમાં ભડકાઉ ભાષણ અને કોમેન્ટ હતા. સાજીદે કહ્યું કે તે મૌલાનાની એ જાળમાં ફસાઇ ગયો અને કેટલાક મહિનામાં કટ્ટરપંથી બની ગયો. ધીમે ધીમે તે જેહાદ તરફ જવા લાગ્યો.

બાદમાં તેણે એક વેબસાઇટ પર પોતાનો મોબાઇલ મુક્યો હતો અને જેહાદમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ એને વેબસાઇટ તરફથી જવાબ મળ્યો હતો અને સાજીદને નિદેશ આપવામાં આવ્યો હતો કે તે પોતાના વિચાર જેવા અન્ય લોકોનું એક ગ્રુપ બનાવે. ત્યાર બાદ તે દેવબંદ્રના શાકિર અને ઇમરાનના સંપર્કમાં આવ્યો હતો. આ લોકો એક વોટ્સઅપ ગ્રુપ દ્વારા પોતાના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા. ગ્રુપમાં અંદાજે 50 જેટલા મેમ્બર હતા. જાણકારી મુજબ સાજીદ અને અન્ય શકમંદ આતંકીઓ જે વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાયેલા હતા એનો એડમીન તાલ્હા નામનો પાકિસ્તાની શખ્સ હતો.

તાલ્હા જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનો પુત્ર છે. આ ગ્રુપ દ્વારા સાજીદને આઇઇડી બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. ગ્રુપ મેમ્બરને કેટલીક વેબસાઇટ પણ બતાવવામાં આવી હતી. જેના દ્વારા તે જેહાદની જાણકારી મેળવી શકે. સાજીદ અને ગ્રુપના અન્ય મેમ્બર મીટીંગ પણ કરતા હતા. એવી જ એક મીટીંગ દિલ્હીના ગોકુલપુરીમાં 2015માં થઇ હતી. જેમાં એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં મુસલમાનો પર કથિત ટોર્ચર બતાવાતો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સાજીદ અને શાકિરને ટ્રેનિંગ માટે પાકિસ્તાનથી કહેણ પણ આવ્યું હતું. શાકિરે તો પાકિસ્તાન જવાની તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ સાજીદને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી આવી રહી હતી.

અહીં નોંધનિય છે કે, ધરપકડ કરાયેલા આ શખ્સો ગાજિયાબાદના હિંડન એરબેઝ પર હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ઇન્ડિયન એરફોર્સનું આ એરબેઝ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું આઠમા નંબરનું છે.
First published:

Tags: આતંકવાદી, દિલ્હી પોલીસ, ભારતીય વાયુસેના

આગામી સમાચાર