Home /News /gujarat /

રાજસ્થાનના ગૃહમંત્રીએ મનમોહનસિંહને આપી ગાળો, બાદમાં માંગી માફી

રાજસ્થાનના ગૃહમંત્રીએ મનમોહનસિંહને આપી ગાળો, બાદમાં માંગી માફી

#રાજસ્થાનમાં એક રાજકારણની પરાકાષ્ઠાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપ સરકારના મંત્રીએ પૂર્વ વડાપ્રધાન વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં મામલો ગરમાયો છે. જોકે બાદમાં એમણે આ નિવેદન બદલ માફી માંગી છે.

#રાજસ્થાનમાં એક રાજકારણની પરાકાષ્ઠાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપ સરકારના મંત્રીએ પૂર્વ વડાપ્રધાન વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં મામલો ગરમાયો છે. જોકે બાદમાં એમણે આ નિવેદન બદલ માફી માંગી છે.

  • Pradesh18
  • Last Updated :
જયપુર #રાજસ્થાનમાં એક રાજકારણની પરાકાષ્ઠાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપ સરકારના મંત્રીએ પૂર્વ વડાપ્રધાન વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં મામલો ગરમાયો છે. જોકે બાદમાં એમણે આ નિવેદન બદલ માફી માંગી છે.

રાજસ્થાન ભાજપ સરકારના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં વિપક્ષના નિશાને આવ્યા છે. ચૂરૂ જિલ્લામાં ભાજપા કાર્યાકર્તા સંમેલનમાં રવિવારે કટારિયાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિરૂધ્ધ અશોભનિય ટિપ્પણી કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે અનેકવાર ગાળોનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું કે, મનમોહન અમેરિકા જાતે થે તો...એરપોર્ટ પર રિસીવ કરવા માટે ગમે તે કોઇ એરો ગેરા નત્થૂ ખેરા મંત્રી આવતો હતો. હવે મોદી જાય છે તો ખુદ રાષ્ટ્રપતિ ઓબામા લેવા આવે છે.

આ આપત્તિજનક નિવેદન બાદ કટારિયા પર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તૂટી પડ્યા છે. સોશિયલ મીડિયા પર કટારિયા સામે ઓછી માનસિકતા, નૈતિક પતન જેવી કોમેન્ટ થઇ રહી છે. કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ સચિન પાયલોટથી લઇને પૂર્વ સીએમ અશોક ગેહલોત સુધી કટારીયા સામે મેદાનમાં ઉતરી આવ્યા છે.

પૂર્વ પીએમ વિરૂધ્ધ આપેલા નિવેદન બાદ છેવટે કટારિયાને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેમણે પોતાના ફેસબુક પેજ પર માફી માગી હતી. તેમણે લખ્યું કે મે ભાષણમાં કંઇ પણ દુર્ભાવનાપૂર્વક નથી કહ્યું, કોઇને ખોટું લાગ્યું હોય તો ખેદ પ્રગટ કરૂ છું.
First published:

Tags: મનમોહનસિંહ, રાજસ્થાન, વડાપ્રધાન, વિવાદીત નિવેદન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन