ગામડાંઓના વિકાસ માટે કામ કરજો: ઇરમામાં વિદ્યાર્થીઓને સંબોધતા અમિત શાહ
ગામડાંઓના વિકાસ માટે કામ કરજો: ઇરમામાં વિદ્યાર્થીઓને સંબોધતા અમિત શાહ
અમિત શાહ
Amit Shah in Gujarat: 'જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિના જીવનને અનુકૂળ બનાવીએ, વિસ્તાર અને ગામડાનો વિકાસ કરીએ તો જ ગ્રામ્ય વિકાસનું આ સ્વપ્ન સાકાર થાય છે.'
આણંદ: ઇરમા યુનિવર્સિટી (IRMA university) ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (AMit Shah) 41માં પદવીદાન સમારોહ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન 250 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. જેમાં તેમને વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યા હતા.
જેમા તેમણે જણાવ્યું કે, 'દેશના ગ્રામીણ વિકાસને વેગ આપવો, ગ્રામીણ વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર બનાવવો અને ગ્રામીણ વિકાસ દ્વારા ગામડામાં રહેતા દરેક વ્યક્તિને સમૃધ્ધિ તરફ લઈ જવો, આ કર્યા વિના દેશ ક્યારેય આત્મનિર્ભર બની શકતો નથી.'
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'તમને સારું જીવન જીવવાનો અધિકાર છે, પરંતુ સાથે સાથે જેઓ હજુ પણ સારા જીવનનું સ્વપ્ન જુએ છે, જેમના માટે શિક્ષણ હજુ પણ એક સ્વપ્ન છે તેમના માટે થોડો સમય કાઢજો.'
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ માટે સંપૂર્ણ ગ્રામીણ વિકાસ કેવી રીતે થઈ શકે તેની કલ્પના દેશ અને દુનિયા સમક્ષ મુકવાનું કાર્ય કર્યું છે. જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિના જીવનને અનુકૂળ બનાવીએ, વિસ્તાર અને ગામડાનો વિકાસ કરીએ તો જ ગ્રામ્ય વિકાસનું આ સ્વપ્ન સાકાર થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, મોદીજીએ 8 વર્ષમાં દેશના ખૂણે ખૂણે કરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યા. મોદીજીએ દરેક ઘરમાં વીજળી, શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. મોદી સરકાર દેશના દરેક ઘરમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવા માટે કામ કરી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર