બુરહાનના સાથીદારે સંભાળી હિજબુલ મુઝાહુદ્દીનની કમાન, એ પણ સોશિયલ મીડિયાનો માહેર
બુરહાનના સાથીદારે સંભાળી હિજબુલ મુઝાહુદ્દીનની કમાન, એ પણ સોશિયલ મીડિયાનો માહેર
બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ હિજબુલ મુઝાહુદ્દીનની કમાન બુરહાનના જ મિત્રએ સંભાળી હોવાનું સામે આવ્યું છે. બુરહાનનો આ સાથીદાર પણ એના જેવો જ સોશિયલ મીડિયામાં માહેર હોવાનું કહેવાય છે.
બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ હિજબુલ મુઝાહુદ્દીનની કમાન બુરહાનના જ મિત્રએ સંભાળી હોવાનું સામે આવ્યું છે. બુરહાનનો આ સાથીદાર પણ એના જેવો જ સોશિયલ મીડિયામાં માહેર હોવાનું કહેવાય છે.
નવી દિલ્હી #બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ હિજબુલ મુઝાહુદ્દીનની કમાન બુરહાનના જ મિત્રએ સંભાળી હોવાનું સામે આવ્યું છે. બુરહાનનો આ સાથીદાર પણ એના જેવો જ સોશિયલ મીડિયામાં માહેર હોવાનું કહેવાય છે.
બુરહાન વાનીના મોતના ચાર દિવસ બાદ જ હિજબુલે નવા કમાન્ડરનું એલાન કરી દીધું છે. ખાસ વાત એ છે કે આ કમાન્ડર આતંકી બુરહાનના જનાજામાં પણ સામેલ હતો. બુરહાન વાનીના મોતના ચાર દિવસ બાદ મેહમુદ ગજનવીને ઘાટીમાં નવા કમાન્ડર તરીકે જાહેર કરાયો છે. ગજનવી અને વાની સારા મિત્રો હોવાનું કહેવાય છે.
હિજબુલ મુઝાહુદ્દીનના એલાન બાદ સુરક્ષા એજન્સીઓએ પણ શોધખોળ શરૂ કરી દીધી છે. સેના એલર્ટ બની છે અને વાનીનું સ્થાન લેનાર આતંકી અને એના ગ્રુપને ઝડપી લેવા સર્ચ ઓપરેશન પણ આદરી દેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર