Home /News /gujarat /ગુજરાત હાઇકોર્ટ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે યુવતીને ટક્કર મારતા થયું મોત

ગુજરાત હાઇકોર્ટ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે યુવતીને ટક્કર મારતા થયું મોત

મૃતક યુવતી

અમદાવાદમાં એસજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કાર ચાલકે યુવતીને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

અમદાવાદમાં એસજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કાર ચાલકે યુવતીને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ નજીક આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવમાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ આ અંગે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર બુધારે સાંજના સુમારે કાર ચાલકે યુવતીને ટક્કર મારી હતી. ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી.



જેને 108ની મદદથી નજીક આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ પાસે બનેલી આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અને સોલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથધરી છે.

ઉલ્લેખનીય છેકે, એસજી હાઇવે ઉપર હીટ એન્ડ રનની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. વર્ષો પહેલા પકવાન ચાર રસ્તા પાસે વિશ્મય શાહ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે ભારે ચર્ચામાં રહ્યો હતો. જોકે, અમદાવાદમાં અકસ્માતની આજની આ બીજી ઘટના છે. બુધવારે સવારે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ સાબરમતિ રિવરફ્રન્ટ પાસે સાબરમતિ ગુરુકુળની કારને અકસ્માત થતા દોડધામ મચી ગઈ. ઈનોવા કાર ચાલકે કાર પર કાબુ ગુમાવી દેતા પહેલા બાઈકને ટક્કર મારી ઘરમાં ઘુસી ગઈ હતી. ઈનોવા કારમાં સાત બાળકો હતા જેમને ખુબજ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા
First published:

Tags: Girl died, ગુજરાત હાઇકોર્ટ