Home /News /gujarat /Hijab Row : હિજાબ વિવાદ મામલે, જાણો શુ માની રહ્યા છે ગુજરાતના વિધાર્થી નેતાઓ
Hijab Row : હિજાબ વિવાદ મામલે, જાણો શુ માની રહ્યા છે ગુજરાતના વિધાર્થી નેતાઓ
હિજાબ પર શું કહેવું છે વિદ્યાર્થી નેતાઓ
ગુજરાતના વિધાર્થી નેતાઓ (Students Leader) આ મામલે શુ મત વ્યક્ત કરી રહ્યા છે. કર્ણાટકની ઉડીપી કોલેજમાં કેટલીક વિધાર્થીનિઓ હિજાબ (Hijab Row) પહેરીને આવતી અટકાવવામાં આવી હતી
અમદાવાદ, કર્ણાટકની કોલેજમાંથી શરૂ થયેલો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે. અને ધીરે ધીરે તેના પડઘા દેશનાં અન્ય રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. કોલેજથી શરૂ થયેલો વિવાદ માત્ર કોલેજ પૂરતો સીમિત રહ્યો નથી. ત્યારે ગુજરાતમાં (Gujarat News)પણ આ મુદ્દો ચર્ચાના એરણ પર છે. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ગુજરાતના વિધાર્થી નેતાઓ (Students Leader) આ મામલે શુ મત વ્યક્ત કરી રહ્યા છે. કર્ણાટકની ઉડીપી કોલેજમાં કેટલીક વિધાર્થીનિઓ હિજાબ (Hijab Row) પહેરીને આવતી અટકાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ વિવાદને આખા દેશમાં ન ફેલાવાની સલાહ આપી છે. આ મામલે ગુજરાતના વિધાર્થી આગેવાનો શુ માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરતા વિધાર્થી નેતાઓ નાં અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. આ અંગે NSUIનાં ગુજરાત મહામંત્રી ભાવિક સોલંકી જણાવે છે કે દરેક લોકોને અધિકાર છે કોને શું પહેરવું કોને શું ન પહેરવું તેની દરેકને સ્વતંત્રતા છે. કોઈનાં પર આપણા વિચારો થોપી શકાય નહીં. આપણો દેશ લોકશાહી દેશ છે. કોઈનો અધિકાર છીનવવાનાં પ્રયાસ ના કરવા જોઈએ.
જ્યાર વિધાર્થી નેતા ડો સુભાન સૈયદ જણાવે છે કે જે પણ થઈ રહ્યું છે તે શરમજનક બાબત છે. લોકશાહી દેશમાં આવું થવું ન જોઈએ. સંવિધાનએ આપણને પૂરતા અધિકાર આપ્યા છે. બધા જ પોત પોતાનો ધર્મ પાળે છે અને પોતાની સંસ્કૃતિ જાળવે છે. શાળાઓમાં યુનિફોર્મ હોય છે ત્યાં સુધી બરાબર છે. કોલેજમાં તો પોતાનો પોશાક પહેરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અને આ આપણાં મૂળભૂત અધિકારો છે.
" isDesktop="true" id="1178652" >
બીજીતરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટ જે નિર્ણય કરે તે આવકાર્ય છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમે યુનિફોર્મ ડ્રેસ કોડની ફરજિયાત નીતિ ધરાવતી શાળાઓ અથવા જુનિયર કોલેજોમાં હિજાબ , બુરખા અથવા કેસરી શાલ પહેરેલા બિન - યુનિફોર્મવાળા વિદ્યાર્થીઓના મુદ્દે કોઈ ઝુંબેશ હાથ ધરી નથી.