ઉત્તરાખંડ #ઉત્તરાખંડ હાઇકોર્ટે રાજ્યમાં લાગુ કરાયેલ રાષ્ટ્રપતિ શાસન મામલે સુનાવણી કરતાં કેન્દ્ર સરકારની સુનાવણી ટાળવાની અરજી રદ કરી છે.
નૈનિતાલ હાઇકોર્ટે ઉત્તરાખંડમાં લગાવાયેલા રાષ્ટ્રપતિ શાસન વિરૂધ્ધ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસના નવ ધારાસભ્યો બળવાખોર થયા હતા. બાદમાં કથિત એક સ્ટીંગ ઓપરેશન બાદ કેન્દ્ર દ્વારા 27 માર્ચથી અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. જેને મામલાને હરીશ રાવતે હાઇકોર્ટમાં પડકાર્યો છે.
હરીશ રાવત તરફથી વકીલ અભિષેક મનુ સંઘવી કેસ લડી રહ્યા છે. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, રાજ્યપાલ નક્કી કરી શકતા નથી કે વિધેયક કેવી રીતે પસાર કરવામાં આવે. દરમિયાન કેન્દ્ર સરકારને જવાબ રજુ કરવાનો કોર્ટે સમય આપ્યો નથી અને કેન્દ્ર સરકારની અરજી રદ કરી છે.