Home /News /gujarat /તારીખ કેમ જાહેર કરી? ભગવાન બારડ સસ્પેન્શન મામલે હાઇકોર્ટની ECની ઝાટકણી

તારીખ કેમ જાહેર કરી? ભગવાન બારડ સસ્પેન્શન મામલે હાઇકોર્ટની ECની ઝાટકણી

ભાગવાન બારડની ફાઇલ તસવીર

કોર્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વકીલને એફિડેવિટ રજૂ કરવા હુકમ કર્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઇકોર્ટે ઇલેક્શન કમિશનની ઝાટકણી કાઢી છે. ઇલેક્શન કમિશનને આજે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવાની હતી. જે રજૂ ન થતાં કોર્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વકીલને એફિડેવિટ રજૂ કરવા હુકમ કર્યો છે.

    સાથે જ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, સ્ટે અંગે જાણ હોવા છતાં ચૂંટણીપંચે પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કેમ કરી? શું તમે સ્પીકરના આદેશને જ સર્વોપરી માનો છો. સાથે જ કોર્ટે એફિડેવિટ રજૂ કરવા હુકમ કર્યો છે. કોર્ટ આવતીકાલે ભગવાન બારડના સસ્પેન્શન અને પેટા ચૂંટણી અંગે નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે, ભગવાન બારડના સસ્પેન્સન મુદ્દે તેમણે હાઇકોર્ટમાં સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી છે. સાથે જ તેમણે તલાલા બેઠક પર થનારી પેટા ચૂંટણીની જાહેરાતને પણ હાઇકોર્ટમાં પડકારી છે. તેમના સસ્પેન્સન બાદ તલાલા બેઠક ખાલી પડતાં ચૂંટણી પંચે તે બેઠક પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચો: PM મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ હતી : રીવાબા

    નોંધનીય છે કે, ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ અને 9 મહિનાની સજા થતાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Affidavit, Bhagvan Barad, Case, Ec, Suspension, આદેશ, હાઇકોર્ટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन