અમદાવાદમાં ચાલી રહેલી દબાણની ઝુંબેશને પગલે લારી ગલ્લાવાળાઓએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. જેની સુનાવણી દરમ્યાન એવી રજુઆત કરવામાં આવી હતી કે 7 હજાર લારી ગલ્લાવાળાઓ બેરોજગાર બન્યા છે. વર્ષ-2014માં કાયદો બની ગયો છે અને નિયમો પણ આવી ગયા છે. પરતું હજુ સુધી કાયદો લાગુ પડતો નથી.
બેરોજગાર બનેલા લોકોને કાયદેસર જગ્યા મળે તે માટે રજુઆત કરવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડર એકટ લાગુ કરવા માટે માગણી કરાઇ છે. કોર્ટે અરજદાર તરફે રજુઆત સાંભળીને સરકારને એવી ટકોર કરી હતી કે લારી ગલ્લાવાળા માટે પણ જગ્યા ફાળવવામાં આવવી જોઇએ.
શાકભાજીઓનો વેચાણનો સમય નક્કી કરો અને તેમના માટે જગ્યા ફાળવો. તેમને નુકશાન ના થાય તે પણ જરૂરી છે. અરજદારોના વકીલ તરફથી કોર્પોરેશન વાંરવાર હેરાનગતિ કરે છે તેની સામે કાયદેસર જગ્યા ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે કોર્પોરેશનને એવી ટકોર કરી હતી કે તેમના પાર્કિંગ માટે ટોકન જ ઉઘરાવજો કોઇ મોટી રકમ ઉઘરાવતા નહી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર